બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલની ભારે નરમાશ બાદ કાચા તેલમાં આજે સારી રિકવરી આવતા બ્રેન્ટની કિંમત પાછલા 3 સપ્તાહના નીચલા સ્તરેથી લગભગ 2 ટકા વધી ગઈ છે. હાલ બ્રેન્ટમાં સાડા 74 ડૉલર અને WTI ક્રૂડમાં લગભગ 70 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનું દબાણ નોંધાઈ રહ્યું છે. તે સાથે USની સાપ્તાહિક ઈન્વેન્ટરીમાં 12.6 મિલિયનનો ઘટાડો થયો હોવાથી પણ કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાની નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

LME પર મેટલ્સમાં સુસ્તીનો કારોબાર યથાવત રહેતો દેખાઈ રહ્યો છે, કોપરની કિંમત પાછલા 1 વર્ષના નીચલા સ્તર પર જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં તેજી દેખાઈ રહી છે, નિકલમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોનામાં નીચલા સ્તરેથી રિકવરી આવતા કોમેક્સ પર ભાવ 1240 ડૉલરની ઉપર જોવા મળી રહ્યા છે. જ્યારે રૂપિયામાં મજબૂતીથી સ્થાનિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધતા સાડા 3 મહિનાના નીચલા સ્તરે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીમાં દબાણ વધતા કિંમત 16 ડૉલરની નીચે જોવા મળી રહી છે, તો સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, મેન્થા ઓઈલમાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે પામ તેલ અને સોયા તેલમાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. મસાલા પેકમાં ધાણામાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે હળદર અને રાઈમાં દબાણ દેખાઈ રહ્યું છે. તો કપાસીયા ખોળની તેજી યથાવત રહેતા કિંમતોમાં લગભગ અડધા ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. તો ખરીફ દાળના વાવેતરમાં ઘટાડાથી અને માગ વધવાથી આજે ચણામાં તેજી આવતા વાયદામાં લગભગ એક ટકાની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે.