બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલની કિંમતોમાં રિકવરી આવતા બ્રેન્ટની કિંમત 80 ડૉલરની ઉપર પહોંચી, તો WTI ક્રૂડમાં 71 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો. વાસ્તવમાં EIAના રિપોર્ટ મુજબ ગત સપ્તાહે અમેરિકામાં ક્રૂડની ઈન્વેન્ટરીમાં 6 મિલિયન બેલરનો વધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ OPEC દ્વારા સતત ત્રીજા મહિને વૈશ્વિક ક્રૂડની માગ ઓછી રહેવાના અનુમાન કરવામાં આવ્યા છે. આવામાં કિંમતો પર દબાણ વધતું દેખાઈ રહ્યું છે.

નેચરલ ગેસની કિંમતોમાં તેજી આવતા એમસીએક્સ પર અડધા ટકાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં નરમાશ સાથેનો કારોબાર યથાવત રહેતો જોવા મળ્યો, LME પર એલ્યુમિનિયમમાં આ સપ્તાહે લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જોકે કોપરની કિંમતોમાં થોડી રિકવરી આવતા દેખાઈ, તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનામાં તેજી આવતા કિંમતો 1200 ડૉલરની ઉપર જોવા મળી, જ્યારે સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાશના કારણે કિંમતો પર લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.

સોના સાથે વૈશ્વિક બજારમાં ચાંદીમાં પણ તેજી દેખાતા કિંમતો સાડા 14 ડૉલરની ઉપર જોવા મળી, જ્યારે સ્થાનિક બજારમાં દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, માસાલા પેકમાં જીરામાં લગભગ એક ટકાની ઉપર કારોબાર રહ્યો, તો ધાણા, રાઈ અને હળદરમાં અડધા ટકાની તેજી જોવા મળી, સાથે જ ખાદ્ય તેલો અને સોયાબીનની કિંમતોમાં પણ સારી રિકવરી જોવા મળી રહી છે. ગુવાર પેકની કિંમતોમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, તો અરંડા અને ચણામાં પણ તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.