બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસમાં વ્યાજ દર વધશે કે નહી તેની અનિશ્ચિતતાથી ડૉલરમાં દબાણ જોવા મળ્યું, જેનો સપોર્ટ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોને મળી રહ્યો છે. કૉમેક્સ પર સોનાની કિંમત 6 મહિનાના ઉપરના સ્તર પર પહોંચતા 1291 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતોમાં લગભગ અડધા ટકાની તેજી દેખાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં ચાંદીમાં ઉપરના સ્તરેથી હલ્કુ દબાણ રહ્યું, પણ ભાવ હજુ પણ સાડા 15 ડૉલરની ઉપર યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતોમાં અડધાથી વધારે ટતાનું દબાણ જોવા મળી રહ્યું છે.

US-ચાઈના વચ્ચેની ટ્રેડ ટૉક પર કોઈ સ્પષ્ટતા ન આવવા પર મેટલ્સમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો એલએમઈ પર પણ બેઝ મેટલ્સની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.

કાચા તેલમાં ઉપરના સ્તરેથી હલ્કો ઘટાડો જોવા મળ્યો, જોકે કિંમતો હજુ પણ 2 સપ્તાહના ઉપરના સ્તર પર દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં લગભગ પોણા ટકાની મજબૂતી રહી, તો વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 61 અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત 52 ડૉલરની ઉપર જોવા મળી રહી છે. વાસ્તવમાં વૈશ્વિક ગ્રોથ ધીમો પડવાની આશંકા, ટ્રેડ ટૉકની અનિશ્ચિતતા અને ઓપેકના ઉત્પાદન કાપથી કાચા તેલની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

નેચરલ ગેસમાં તેજી આવતા એમસીએક્સ પર ભાવ 213ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, એરંડા અને ચણામાં નરામસ સાથેનો કારોબાર યથાવત્ છે, જ્યારે મસાલા પેકમાં ધાણામાં લગભગ એક ટકાની નરમાશ રહી, તો હળદરમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. પણ ખાદ્ય તેલમાં ઉતાર-ચઢાવ આવતા સોયાબીનની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે., સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.