બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉલર ઈન્ડેક્સમાં વધારાથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે, કોમેક્સ પર ભાવ 1311 ડૉલરની પાસે પહોચતા જોવા મળ્યા, જ્યારે સ્થાનિક બજારમાં કિંમતો લગભગ 100 રૂપિયા જેટલી તૂટી ગઈ છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ જોવા મળી રહ્યું છે, સાથે જ સ્થાનિક બજારમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.


આજથી શરૂ થનાર US-ચાઈના ટ્રેડ ટૉક પહેલા મેટલ્સમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં લગભગ અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.


અમેરિકામાં ડ્રિલિંગ એક્ટિવિટી વધતા કાચા તેલમાં દબાણ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર ભાવ લગભગ 1 ટકા તૂટ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટમાં 62 અને WTI ક્રૂડમાં 53 ડૉલરની નીચે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તે સાથે જ USની ઓઈલ રિગ વધીને 854 પર પહોંચી ગઈ છે, જેના કારણે કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે, પણ ઓપીઈસી ઉત્પાદનમાં કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ પણ મળતો દેખાઈ રહ્યો છે.


નેચરલ ગેસમાં તેજી આવતા એમસીએક્સ પર ભાવ 190ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, એરંડાની કિંમતોમાં રિકવરી જોવા મળી રહી છે, જ્યારે ચણામાં દબાણ જોવા મળ્યું, તો માસાલા પેકમાં ધાણાની કિંમતો પર લગભગ એક ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે, તો પ્રોસેસર્સની નબળા માંગ અને મુખ્ય ઉત્પાદક રાજ્યમાં અનુકૂળ હવામાનથી રાઈની કિંમતોમાં પણ નરમાશ રહી, જ્યારે જીરા અને હળદરમાં તેજી જોવા મળી રહી છે. પણ ખાદ્ય તેલ અને સોયાબીનમાં ઘણી નાની રેન્જમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જ્યારે કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.