બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓછી માગ અને USમાં ઇન્વેન્ટરીઝ વધતા કાચા તેલની કિંમતોમાં ફરી દબાણ જોવા મળ્યું, સ્થાનિક બજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો રહ્યો, તો વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 62 ડૉલરના સ્તરની નીચે રહેતી જોવા મળી. વાસ્તવમાં APIનાં આંકડાઓ પ્રમાણે ગત સપ્તાહે USમાં ક્રૂડની ઇન્વેન્ટરીઝમાં 4.9 મિલિયન બેરલનો વધારો નોંધાયો, જેના કારણે કિંમતો પર દબાણ બની રહ્યું છે.

નેચરલ ગેસમાં નાની રેન્જમાં કારોબાર રહેતા એમસીએક્સ પર 166ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે બેઝ મેટલ્સની ગઈકાલની તેજી પર બ્રેક લાગતી જોવા મળી, રૂપિયામાં મજબૂતીના કારણે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. સૌથી વધું દબાણ લેડમાં જોવા મળ્યું.

US-મેક્સિકો વચ્ચે સુલેહ થતા ઇક્વિટી બજારમાં ફરી ખરીદદારી જોવા મળી, જેના કારણે સોનાની કિંમતો પર દબાણ જોવા મળ્યું, કૉમેક્સ પર ભાવ 1333 ડૉલરની નીચે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં લગભગ પા ટકાની તેજી દેખાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી જોવા મળતા ભાવ સાડા 14 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ હલ્કી મજબૂતી જોવા મળી રહી છે.

દાળની વાત કરીએ તો, સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. દાળની કિંમતોમાં આવેલા ઉછાળા પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારે ઓક્ટોબર સુધી 4 લાખ ટન અડદ ઇમ્પોર્ટ કરવાનો નિર્ણય લીધો છે, આ સિવાય ખુલ્લા બજારમાં વેચવા માટે વધેલા સ્ટોકમાંથી સરકાર નાફેડને 2 લાખ ટન અડદ આપશે, નાફેડ આ દાળને નો પ્રોફિટ નો લોસ પર વેચશે, સાથે જ સરકારે સટ્ટાખોરો પર કડક પગલાં ભરવાના સંકેતો આપ્યા છે. વાસ્તવમાં પાછલા 2 દિવસમાં દાળની કિંમતોમાં એકતરફી તેજી જોવા મળી હતી.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ચણા સાથે એરંડાની કિંમતોમાં રિકવરી આવતા વાયદામાં ભાવ એક ટકા વધ્યા, તો મસાલા પેકમાં રાઈ અને હળદરમાં અડધા ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓછા પાકના કારણે એલચીની કિંમતોમાં લગભગ 2 ટકાનો ઉછાળો નોંધાયો..પણ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે ખાદ્ય તેલમાં સોયા તેલ સાથે સોયાબિનની કિંમતોમાં સારી રિકવરી આવતા ભાવ અડધા ટકા વધતા દેખાયા.