બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 11:08  |  સ્ત્રોત : CNBC-Bajar

USમાં વધતી ઇન્વેન્ટરીઝ અને ઓછી માગની ચિંતામાં કાચા તેલમાં દબાણ વધતું જોવા મળ્યું, સ્થાનિક બજારમાં ભાવ એક ટકા તૂટ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં 6 મહિનાના નીચલા સ્તરે રિકવરી આવતા બ્રેન્ટની કિંમત 60 ડૉલરની નીચે જોવા મળી રહી છે.

નેચરલ ગેસમાં એક ટકાનો ઘટાડો રહેતા એમસીએક્સ પર ભાવ 164ના સ્તરની આસપાસ જોવા મળી રહ્યા છે.

ગઈકાલની તેજી બાદ કાચા તેલમાં આજે ફરી દબાણ જોવા મળ્યું, ટ્રેડ ડિલને લઈ ચાલી રહેલી અનિશ્ચિતતાના કારણે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં લગભગ પા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે જ વૈશ્વિક બજારમાં પણ કિંમતોમાં દબાણ નોંધાયું.

ફેડની બેઠક પહેલા સોનામાં રિકવરી જોવા મળી, વૈશ્વિક બજારમાં ભાવ 1333 ડૉલરની ઉપર રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં પણ હલ્કી મજબૂતી જોવા મળી રહી છે. જો કે એસપીડીઆરSPDR ગોલ્ડની હોલ્ડિંગમાં ઘટાડો નોંધાયો.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 15 ડૉલરની નજીક પહોંચતા જોવા મળ્યા, પણ સ્થાનિક બજારમાં મેટલ્સમાં નરમાશની અસર ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.

એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, મસાલા પેકમાં હળદર, ધાણા અને જીરામાં દબાણ રહ્યું, જ્યારે રાઈમાં હલ્કો વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ એરંડા, ચણા, કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં પણ મજબૂતી રહી, તો સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે.