બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 08, 2019 પર 11:22  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક મંદીનો ભય વધવાના અનુમાનથી સોનાની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 1400 ડૉલરની પણ ઉપર જોવા મળ્યા, પણ સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એક સપ્તાહમાં સોનામાં 12% અને આ વર્ષે લગભગ 24%નો ઉછાળો જોવા મળ્યો.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 30 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા, 17 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં લગભગ પા ટકાનું દબાણ દેખાઈ રહ્યું છે..તો ઓગસ્ટથી હાલ સુધી ચાંદીની કિંમતોમાં લગભગ 9%નો ઉછાળો જોવા મળી ચુક્યો છે.

સ્થાનિક બજારમાં ઝીંક સિવાય તમામ મેટલ્સમાં રિકવરી જોવા મળી, નિકલની કિંમતો લગભગ 5 વર્ષના ઉપલા સ્તર પર પહોંચી ગઈ છે, તો LME પર કોપરમાં 2 વર્ષના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી.

કાચા તેલમાં ગઈકાલના મોટા ઘટાડા બાદ સારી રિકવરી જોવા મળી, અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવા અને માગ ઘટવાના અનુમાનથી ગઈકાલે ભાવ લગભગ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચતા દેખાયા હતા, જોકે હવે કિંમતોમાં રિકવરી આવતા લગભગ અઢી ટકાની તેજી જોવા મળી રહી છે, સાથે જ આ મહિને કાચા તેલમાં 15% અને વર્ષના ઉપલા સ્તરેથી લગભગ 25%નું દબાણ નોંધાઈ ચુક્યું છે.

નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 149ના સ્તરની આસપાસ જોવા મળી રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની ચર્ચા કરીએ તો, એરંડામાં રિકવરી આવતા વાયદામાં ભાવ અડધા ટકા વધ્યા, પણ ચણામાં દબાણ યથાવત્ છે. તો મસાલા પેકમાં હળદરમાં એક ટકાની તેજી રહી, પણ ધાણા અને જીરામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જ્યારે આજે ગુવાર પેકમાં સારી તેજી રહી, પણ કપાસીયા ખોળમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો, સાથે જ ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતો પર પણ દબાણ જોવા મળી રહ્યું છે.