બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક મંદીનો ભય વધવાના અનુમાનથી સોનાની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 1400 ડૉલરની પણ ઉપર જોવા મળ્યા, પણ સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એક સપ્તાહમાં સોનામાં 12% અને આ વર્ષે લગભગ 24%નો ઉછાળો જોવા મળ્યો.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ મજબૂતી આવતા ભાવ 17 ડૉલરની ઉપર જોવા મળ્યા, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને ઝીંક સિવાય તમામ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, વાસ્તવમાં ટ્રેડ વૉરની ચિંતા વધવાના કારણે કિંમતોમાં નરમાશ દેખાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો, ટ્રેડ વૉરના કારણે માગ ઘટવાની ચિંતાથી કિંમતો પર દબાણ છે, જોકે સાઉદી અરબના સપ્લાયમાં કાપ યથાવત્ રાખવાની સંભાવનાથી કિંમતોને હલ્કો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. સાઉદી અરબ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ એક્સપોર્ટ 70 લાખ બેરલની નજીક રાખી શકે છે, હાલ બ્રેન્ટમાં 57 ડૉલરના સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં દબાણ આવતા એમસીએક્સ પર ભાવ 149ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળ્યા.

દેશના અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતી જોવા મળી રહી છે, પણ પાછલા એક સપ્તાહમાં ચોમાસું સામાન્યથી 2 ટકા ઓછું રહ્યું છે. 1 જૂનથી 7 ઓગસ્ટની વચ્ચે મધ્ય ભારત સિવાય તમામ વિસ્તારોમાં વરસાદ સામાન્યથી ઓછો રહ્યો છે. આની વચ્ચે IMDએ આજે કોકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

એગ્રી કૉમોડિટીની ચર્ચા કરીએ તો, ગઈકાલની રિકવરી બાદ એરંડા અને ચણાની કિંમતોમાં આજે ફરી દબાણ જોવા મળી રહ્યું છે. તો મસાલા પેકમાં ધાણામાં એક ટકાની તેજી રહી, એલચીમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો, કપાસીયા ખોળમાં પણ રિકવરી રહી, જ્યારે ગુવાર પેકમાં લગભગ 2 ટકાની તેજી જોવા મળી રહી છે..તો સાથે જ ખાદ્ય તેલમાં સોયા તેલમાં તેજીનો સપોર્ટ સોયાબિનની કિંમતોને પણ મળતો દેખાઈ રહ્યો છે.