બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નબળા સેન્ટીમેન્ટના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 6 વર્ષના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા, કૉમેક્સ પર કિંમતો 1500 ડૉલરની ઉપર રહી, તો સ્થાનિક બજારમાં નબળા રૂપિયાના કારણે ભાવમાં અડધા ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ 17 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે.

બેઝ મેટ્લ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, એક તરફ વૈશ્વિક બજારમાં લેડની કિંમત 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ, નિકલમાં પણ 16 મહિનાના ઉપલા સ્તરે કારોબાર નોંધાયો, પણ સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે..વાસ્તવમાં મળતા સમાચાર મુજબ ઇન્ડોનેશિયા ખનિજ ઓરની નિકસ પર પ્રતિબંધ લગાવી શકે છે, જેના કારણે મેટલ્સની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

સપ્લાય પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો વચ્ચે માગ ઘટવાના અનુમાનથી કાચા તેલની કિંમતો પર દબાણ બન્યું, સ્થાનિક બજારમાં ઘણી નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 58 ડૉલરના સ્તરની ઉપર રહી, તો સાથે જ સાઉદી અરામકો તેના IPOને જલ્દી લોન્ચ કરી શકે છે.

નેચરલ ગેસમાં રિકવરી આવતા એમસીએક્સ પર ભાવ 150ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની ચર્ચા કરીએ તો, એરંડાની કિંમતોમાં દબાણ વધતા વાયદામાં ભાવ એક ટકા તૂટ્યા, જોકે ચણામાં મજબૂતી જોવા મળી, તો મસાલા પેકમાં જીરાની કિંમતો એક ટકા તૂટી, તો ધાણામાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો, પણ હળદરમાં લગભગ 2 ટકાની તેજી જોવા મળી રહી છે..જ્યારે ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં પણ તેજી રહી, જ્યારે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.