બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલની તેજી બાદ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર હલ્કું દબાણ જોવા મળ્યું, કૉમેક્સ પર ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે કિંમતો નાની રેન્જમાં જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ રહ્યું, ભાવ 17 ડૉલરની નીચે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે.

અમેરિકાના નબળા વલણના કારણે વૈશ્વિક બજારમાં મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, કોપરમાં 2 વર્ષ તો ઝીંકની કિંમતોમાં 3 વર્ષના નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, પણ સ્થાનિક બજારમાં કિંમતો પર મજબૂત રૂપિયાનું દબાણ દેખાઈ રહ્યું છે.

કાચા તેલમાં ઉતાર-ચઢાવ જોવા મળતા સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટ્યા, જ્યારે બ્રેન્ટની કિંમતોમાં તેજી આવતા સાડા 60 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં US શેલનું આઉટપુટ રેકોર્ડ સ્તર પર રહી શકે તેવા અનુમાન બની રહ્યા છે, જેના કારણે કિંમતો પર દબાણ નોંધાયું.

નેચરલ ગેસમાં રિકવરી આવતા MCX પર ભાવ 153ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની ચર્ચા કરીએ તો, ગઈકાલના ઘટાડા બાદ એરંડા અને ચણાની કિંમતોમાં સારી રિકવરી જોવા મળી, પણ મસાલા પેકમાં રાઈમાં તેજી, જ્યારે હળદર, ધાણા અને જીરામાં ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે આજે કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં રિકવરી આવતા વાયદામાં ભાવલગભગ પા ટકા વધતા દેખાઈ રહ્યા છે..સાથે જ સોયા ઓઈલ અને સોયાબિનમાં પણ સારી તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.