બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉલરમાં મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોનામાં ઉપલા સ્તરેથી ઘટાડો આવતા ભાવ સાડા 1500 ડૉલરની નીચે રહ્યા, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ હલ્કી નરમાશ જોવા મળી રહી છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પણ દબાણ રહેતા ભાવ 19 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં મેટલ્સમાં નરમાશના કરાણે લગભગ એક ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે.


સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર રહ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં ઓછી સપ્લાય અને મજબૂત યેનનો સપોર્ટ મળતા કોપરમાં 3 સપ્તાહના ઉપલા સ્તર પર કારોબાર થઈ રહ્યો છે.


કાચા તેલમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં કિંમતો પર જ્યા એક ટકાનું દબાણ દેખાઈ રહ્યું છે, તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 61 ડૉલરની ઉપર રહી, વાસ્તવમાં ઈઆઈએનાં આંકડાઓ મુજબ અમેરિકાની ઓઈલ ઇન્વેન્ટરીઝમાં લગભગ 4.8 મિલિયન બેરલનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે વૈશ્વિક બજારમાં કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.


નેચરલ ગેસમાં અડધા ટકાનો ઘટાડો આવતા એમસીએક્સ પર ભાવ 174ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.


વાત કરીએ હવે એગ્રી કોમોડિટીની, મસાલા પેકમાં એલચીની કિંમતોમાં એક ટકાનો વધારો રહ્યો, હળદરમાં પણ અડધા ટકાની તેજી રહી, પણ ધાણા અને જીરામાં નરમાશ રહી, સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ દબાણ જોવા મળ્યું, તો ખાદ્ય તેલમાં સોયા ઓઈલમાં હલ્કી તેજી છે, પણ સોયાબિનની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.