બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓગસ્ટ મહિનામાં ચીનમાં સોયાબીનની આયાતમાં વઘારો થયો છે જેના પગલે સોયાબીનમાં આજે વધારા સાથે કારોબાર છે. સપ્ટેમ્બર વાયદામાં ભાવ પોણા ટકા ઉપર છે તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં એકથી સવા એક ટકાની તેજી જોવા મળી રહી છે. ગુવાર ગમ અને ગુવાર સીડમાં પણ આજે એક ટકાની તેજી જોવા મળી રહી છે. ચણા અને કપાસ ખળીમાં પણ પોણા ટકાની તેજી છે. તો સામે એરંડામાં પા ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે સોયા તેલમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોનામાં વૈશ્વિક અને સ્થાનિક બજારમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. કારણ કે એક તરફ વૈશ્વિક બજારમાં સામાન્ય વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો છે જ્યારે સ્થાનિક બજારમાં સોનામાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર છે. એમસીએક્સ પર સોનું 38500ની નીચે સરકી ગયું હતું.

ચાંદીમાં આજે ઘટાડા સાથે કારોબાર છે. સ્થાનિક અને વૈસઅવિક બજારમાં ચાંદીમાં પોણા ટકા જેટલો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં ચાંદી 47500ના સ્તરની નીચે પહોંચી ગઈ હતી.

ચીનના નબળા ટ્રેડ આંકડા બાદ આજે બેઝ મેટલ્સમાં ચો તરફી મંદી જોવા મળી રહી છે. નિકલ એક ટકા, કોપર અને ઝિંક અડધા ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે તો લેડમાં પા ટકાનો ઘટાડો છે અને એલ્યુમિનિયમમાં પણ સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ચીનમાં કોપરની આયાતમાં ઘટાડો નોંધાયો છે તો એલ્યુમિનિયમની નિકાસ ફેબ્રુઆરી બાદ સૌથી નીચલા સ્તરે જોવા મળી છે.

ક્રૂડમાં આજે ચોતરફી તેજી જોવા મળી રહી છે. BRENTના ભાવ 62 ડોલરની ઉપર પહોંચ્યા છે અને NYMEXમાં પણ એક ટકાની તેજી છે. ખાસ કરીને સાઉદી OPECમાં આવેલા નવા ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં નીતિમાં કોઈ ફેરફાર થશે તેની અસર પડી છે. સાથે જ US ફેડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આર્થિક ગતિવિધિને ટકાવી રાખવા માટે તેઓ યોગ્ય પગલા લેશે અને ત્યાર બાદ ક્રૂડમાં તેજી જોવા મળી છે. બીજી તરફ USની સાપ્તાહિક ઈન્વેન્ટરીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જેની અસર પણ ક્રૂડ પર દેખાઈ છે. આ સાથે જ UBS દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે 2019-20માં ક્રૂડની  2019-20માં 0.9 mbpd જેટલી વધી શકે છે.

આજે નેચરલ ગેસમાં પા ટકાની મજબૂતી સાથેનો કારોબાર છે.