બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્રૂડમાં આજે તેજી સાથેની કારોબાર છે. ઉલ્લેખનીય છે કે બ્રેન્ટ 63 ડોલરની નજીક પહોંચી ગયું છે. કિંમતો 6 અઠવાડિયાની ઊંચાઈએ છે. ઉત્પાદન કાપની અપેક્ષા, ચીન અમેરિકા ટ્રેડ વોર પૂર્ણ થવાની આશાએ ભાવમાં વધારો જોવા મળ્યો છે.

વૈશ્વિક ઈક્વિટી બજારમાં આવેલી તેજીને પગલે સોના અને ચાંદીના ભાવ વૈશ્વિક બજારમાં ગઈકાલે ઘટી ગયા હતા. જ્યાં આજે થોડી રિકવરી જોવા મળી રહી છે. પરંતુ સ્થાનિક બજારમાં આજે સોનાના ભાવમાં આજે પા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સાથે જ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે ઘટાડા સાથેનો કારોબાર છે. વૈશ્વિક બજારમાં ચાંદી ગઈકાલે ઉપલા સ્તરેથી 7% જેટલી ઘટી ગઈ હતી. જોકે આજે ફરી પાછી થોડી રિકવીર જોવા મળી હતી. પરંતુ સ્થાનિક બજારમાં ઘટાડા સાથેનો જ કારોબાર છે.

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. ઝિંકમાં પા ટકા કરતા વધુનો વધારો છે તો કોપર અને લેડ લીલા નિશાનમાં છે. તો બીજી તરફ એલ્યુમિનિયમમાં સામાન્ય ઘટાડો છે અને નીકલ પા ટકાના સાથે કારોબાર કરી રહ્યું છે.

નેચરલ ગેસમાં સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર છે.

આજે એગ્રી કોમોડિટીમાં સૌથી વધારે એક્શન જોવા મળી રહ્યું છે. એલચીના વાયદામાં આજે પોણા બે ટકાનો ઉછાળો જોવા મળ્યો છે તો સોયાબિનના વાયદામાં આજે પણ ઉછાળો યથાવત્ છે. સપ્ટેમ્બર વાયદામાં એક ટકાનો ઉછાળો છે તો ઓકોટબર વાયદામાં અઢી ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે ખાદ્ય તેલોમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે.


મેન્થા અને CPOમાં આજે સારો ઉછાળો નોંધાયો છે તો સોયા તેલમાં પણ અડધા ટકાની તેજી છે. બીજી તરફ આજે મસાલા પેકમાં ધાણાંમાં દોઢ ટકાનો ઘટાડો છે અને હળદરમાં પણ ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જીરામાં સપ્ટેમ્બર વાયદામાં તેજી છે પરંતુ ત્યાર બાદના વાયદામાં ઘટાડા સાથેનો કારોબાર છે.