બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 04, 2019 પર 11:28  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના કારણે સોનામાં તેજી જોવા મળી, ભાવ ફરી 1500 ડૉલરની ઉપર રહ્યા, US ગોલ્ડ ફ્યૂચર્સના ડિસેમ્બર વાયદામાં 0.1 ટકાનો વધારો જોવા મળ્યો, તો હવે બજારની નજર USના નોન-ફાર્મ પેરોલના આંકડાઓ પર રહેશે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પણ વધતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહેતા દેખાયા, જોકે સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યારે ચાઈના તરફથી નબળી માગના કારણે LME પર બેઝ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. કોપરમાં 0.6 ટકા, તો લેડમાં 0.1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નબળા અર્થતંત્રના આંકડાઓના કારણે કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો બ્રેન્ટની કિંમત 58 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ રહી છે. વૈશ્વિક ઓઈલની માગ ઓછી રહેવાના ભયથી ક્રૂડમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી રહેતા એમસીએક્સ પર ભાવ 167ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં આજે પણ 4 ટકાની લોઅર સર્કિટ સાથેનો કારોબાર યથાવત્, તો ચણામાં એક ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે મસાલા પેકમાં ધાણા અને જીરામાંનાં અડધા ટકાનું દબાણ રહ્યું, તો એલચીમાં લગભગ 2 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે.. જ્યારે ગઈકાલના ઘટાડા બાદ આજે કપાસીયા ખોળ અને ગુવાર પેકની કિંમતોમાં અડધા ટકાનો વધારા સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.