બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 11:28  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં તેજી વધતા ભાવ સાડા 1500 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો નબળા રૂપિયાનો સપોર્ટ સ્થાનિક કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં બજારમાં ટ્રેડ ડીલને લઈ અનિશ્ચિતતા વધવાના કારણે સોનાની કિંમતો એક સપ્તાહના ઉપલા સ્તર પર જોવા મળી રહી છે. સાથે જ USમાં વ્યાજ દરમાં કાપની આશા પણ વધી રહી છે, જેનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે. તો મળતા સમાચાર મુજબ સપ્ટેમ્બરમાં દેશમાં સોનાનું ઇમ્પોર્ટ લગભગ 68 ટકા ઘટી ગયું છે.


વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો આવતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ હલ્કી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


આ સપ્તાહે મળનારી US-ચાઈના બેઠક પહેલા સ્થાનિક બજારમાં મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, લેડ સિવાય તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે. તો વૈશ્વિક બજારમાં નબળી માગના કારણે તમામ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.


વૈશ્વિક અર્થતંત્ર નબળું રહેવાના અનુમાન પર કાચા તેલની કિંમતોમાં નરમાશ જોવા મળી, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો બ્રેન્ટમાં 58 ડૉલરની પાસે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. વાસ્તવમાં ક્રૂડની માગ નબળી પડવાના ભયને લીધે કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.


તો ચાઈના અને US દ્વારા નબળા મેન્યુફેક્ચરિંગ આંકડાઓના કારણે ક્રૂડના બન્ને બેન્ચમાર્કમાં ગત સપ્તાહે લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો, હવે બજારની નજર આ સપ્તાહે મળનારી US-ચાઈનાની બેઠક પર રહેશે.


નેચરલ ગેસમાં એક ટકાનો ઘટાડો આવતા સ્થાનિક બજારમાં ભાવ એક ટકા તૂટતા દેખાઈ રહ્યા છે.


એરંડામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, સતત 7 દિવસની સોઅર સર્કિટ બાદ આજે 4 ટકાની અપર સર્કિટ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. કિંમતોમાં સતત ઘટાડા બાદ ટ્રેડર્સના ડિફોલ્ટના કારણે પાછલા સપ્તાહે એક્સેન્જે પોતા તરફથી 50 ટકા ઓપન પોઝિશન કાપી નાખી હતી,


જેનો વોલ્યુમ લગભગ 735 કરોડ હતો. પણ હવે વાયદામાં ઉપર સર્કિટ લાગવાથી વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. સૂત્રો મુજબ સરકારે એરંડામાં ઉતાર-ચઢાવની તપાસના આદેશ આપ્યા છે. તો આ બધાની વચ્ચે BSEએ પણ આજે એરંડામાં 3 કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા છે.