બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

US ફેડ બેઠકની મિનિટ્સ પહેલા સોનામાં તેજી જોવા મળી, વૈશ્વિક બજારમાં ભાવ 1500 ડૉલરની ઉપર રહ્યા, સ્થાનિક બજારમાં પણ હલ્કી મજબૂતી દેખાઈ રહી છે. વાસ્તવમાં US-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ તણાવ વધતા સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, સાથે જ US ડૉલરમાં ઘટાડાની પણ અસર જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ મજબૂતી રહેતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, સાથે જ સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાની તેજી જોવા મળી રહી છે.

ટ્રેડના તણાવ ફરી વધવાના કારણે સ્થાનિક બજારમાં મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, નિકલ સિવાય તમામ મેટલ્સમાં નરમાશ જોવા મળી રહી છે, તો LME પર નિકલના સ્ટોકમાં સતત ઘટાડો રહેતા કિંમતોમાં દબાણ રહ્યું, જ્યારે વૈશ્વિક બજારમાં કોપર અને એલ્યુમિનિયમમાં હલ્કી મજબૂતી જોવા મળી રહી છે.

USમાં ઇન્વેન્ટરીઝ વધવાના કારણે કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો બ્રેન્ટના ભાવ સાડા 58 ડૉલરની નીચે જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં પાછલા સપ્તાહે USમાં ઇન્વેન્ટરીઝ 41 લાખ બેરલ વધી અને હવે 1.22 કરોડ બેરલના રેકોર્ડ ઉત્પાદનનું અનુમાન બની રહ્યું છે, જેના કારણે કિંમતો પર દબાણ બની રહ્યું છે.

નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા એમસીએક્સ પર ભાવ 163ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં ફરી દબાણ જોવા મળ્યું, તો મસાલા પેકમાં ધાણા, જીરા અને હળદરમાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો, સાથે જ ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબીનની કિંમતોમાં દબાણ રહેતા વાયદામાં ભાવ લગભગ એક ટકા તૂટતા દેખાયા, જોકે કપાસીયા ખોળમાં હલ્કી તેજી છે, પણ ગુવાર પેકમાં દબાણ સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જોકે આજે ચણાની કિંમતોમાં હલ્કી રિકવરી નોંધાઈ રહી છે.