બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 11:34  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, વૈશ્વિક બજારમાં કિંમતો 1500 ડૉલરની ઉપર રહ્યા, પણ સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ મજબૂતી રહેતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, પણ સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

ગઈકાલના ઘટાડા બાદ મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં લગભગ તમામ મેટલ્સમાં મજબૂતી રહી, તો LME પર નિકલની કિંમતોમાં 1.2% અને ઝીંકમાં 1.3%નો વધારો નોંધાઈ રહ્યો છે. જોકે એલ્યુમિનિયમમાં ફ્લેટ કારોબાર થતો દેખાયો.

કાચા તેલની કિંમતોમાં દબાણ રહેતા સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટતા દેખાઈ રહ્યા છે, તો બ્રેન્ટમાં પણ સાડા 58 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો, વાસ્તવમાં US ઇન્વેન્ટરીઝમાં 2.9 મિલિયન બેરલનો વધારો નોંધાતા, USમાં ઓઈલનું ઉત્પાદન 12.6 mbpdના રેકોર્ડ સ્તર પર પહોંચતું દેખાઈ રહ્યું છે.

નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા એમસીએક્સ પર ભાવ 159ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં આજે ફરી 4 ટકાની લોઅર સર્કિટ સાથેનો કારોબાર જોવા મળ્યો, તો મસાલા પેકમાં જીરા અને હળદરમાં લગભગ અડધા ટકાની તેજી છે, પણ કપાસીયા ખોળ સાથે ગુવાર પેકની કિંમતોમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે..પણ સોયાબીનની કિંમતોમાં સારી રિકવરી દેખાઈ રહી છે.