બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં નરમાશ જોવા મળી, ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં ટ્રેડ ટૉકને લઈ ટ્રમ્પના નિવેદન બાદ કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો સાડા 18 ડૉલરની નીચે પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગઈકાલની રિકવરી બાદ મેટલ્સમાં ફરી નરમાશ રહી, સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, તો ઓછી માગના કારણે વૈશ્વિક બજારમાં ઝીંક અને એલ્યુમિનિયમની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે.

OPEC દ્વારા સપ્લાય કાપના સમાચાર બાદ કાચા તેલની કિંમતોમાં ઉચાળો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા વધ્યા, જ્યારે બ્રેન્ટની કિંમત સાડા 59 ડૉલરની ઉપર દેખાઈ રહી છે..તો નાઈજીરીયા અને વેનીઝુલાના ઓઈલ આઉટપુટમાં વધારો નોંધાયો છે, તો બીજી બાજુ સપ્ટેમ્બરમાં સાઉદી અરબના આઉટપુટમાં લગભગ 0.6 mbpdનો ઘટાડો નોંધાયો છે.

નેચરલ ગેસની કિંમતોમાં ફરી દબાણ રહેતા એમસીએક્સ પર ભાવ 157ના સ્તરની ઉપર રહેતા દેખાયા.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, ગઈકાલના ઘટાડા બાદ એરંડાની કિંમતોમાં ફરી રિકવરી રહી, તો મસાલા પેકમાં જીરાની કિંમતોમાં નરમાશ રહી, પણ સોયાબીનમાં સતત ત્રીજા દિવસે તેજી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જોકે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ નરમાશ રહી, તો સાથે ખાદ્ય તેલમાં સોયા ઓઈલની કિંમતોમાં દબાણ દેખાઈ રહ્યું છે.