બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 15, 2019 પર 11:28  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં અનિશ્ચિત માહોલના કારણે સોનાની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે, કૉમેક્સ પર ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા, પણ સ્થાનિક બજારમાં કિંમતોને નબળા રૂપિયાનો હલ્કો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતોમાં હલ્કી મજબૂતી દેખાઈ રહી છે, તો સાથે જ વૈશ્વિક બજારમાં ભાવ ફરી સાડા 17 ડૉલરની ઉપર જોવા મળ્યા.

મિશ્ર સંકેતોના કારણે બેઝ મેટલ્સમાં નરમાશ રહી, સ્થાનિક બજારમાં નિકલ અને કોપરમાં દબાણ રહ્યું, પણ બાકી મેટલ્સમાં હલ્કી તેજી જોવા મળી રહી છે. વાસ્તવમાં US-ચાઈના વચ્ચેની અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

ગઈકાલની તેજી બાદ કાચા તેલમાં ફરી દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા તૂટ્યા, તો બ્રેન્ટમાં 0.5%નો ઘટાડો રહેતા 59 ડૉલરની નીચે કારોબાર રહ્યો, જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રૂડમાં 0.4%નું દબાણ દેખાઈ રહ્યું છે. ટેરિફ વૉરના કારણે સપ્ટેમ્બરમાં ચાઈનાના ઓઈલ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં મોટા ફેરફાર જોવા મળ્યા, જેના કારણે ક્રૂડની માગ ઓછી થવાના અનુમાન બની રહ્યા છે.

નેચરલ ગેસની કિંમતોમાં અડધા ટકાનું દબાણ રહેતા એમસીએક્સ પર ભાવ 163ના સ્તરની આસપાસ જોવા મળી રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એરંડામાં અડધા ટકાની તેજી રહી, પણ ચણામાં નરમાશ જોવા મળી રહી છે, તો મસાલા પેકમાં જીરામાં એક ટકાનું દબાણ છે, પણ ધાણા અને રાઈમાં હલ્કી મજબૂતી જોવા મળી રહી છે. તો કૉટન અને કપાસીયા ખોળમાં પણ નરમાશ દેખાઈ રહી છે.