બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલના એક ટકાના ઘટાડા બાદ સોનાની કિંમતોમાં સુધારો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં નબળા રૂપિયાના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, પણ વૈશ્વિક બજારમાં ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા. હવે બજારની નજર US મોનેટરી પૉલિસીની બેઠક પર રહેશે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ રહેતા ભાવ 18 ડૉલરની નીચે પહોંચતા દેખાયા, પણ સ્થાનિક બજારમાં સોનામાં મજબૂતીનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે.

મજબૂત ડૉલરના કારણે એલએમઈ પર મેટલ્સની કિંમતોમાં હલ્કું દબાણ નોંધાયું, એલએમઈ પર ઝીંકની કિંમતોમાં લગભગ 0.8% અને નિકલમાં 0.4%નો ઘટાડો જોવા મળ્યો, જ્યારે લેડ, કોપર અને એલ્યુમિનિયમમાં ફ્લેટ કારોબાર થતો દેખાયો, તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને લેડની કિંમતોમાં હલ્કી તેજી જોવા મળી રહી છે.

કાચા તેલની કિંમતોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બાજરમાં ગઈ કાલનો ઘટાડો ઓછો થયો, પણ ભાવ અડધા ટકા તૂટ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત સાડા 58 ડૉલરની ઉપર રહેતી દેખાઈ, વાસ્તવમાં ઓપેકના આઉટપુટ કાપ રાખવાના નિર્ણય અને બ્રેક્ઝિટવે લઈ ડીલ થવાની આશાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

નેચરલ ગેસની કિંમતોમાં હલ્કી તેજી રહેતા એમસીએક્સ પર ભાવ 168ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં જીરા અને એલચીની કિંમતોમાં એક ટકાનો ઘટાડો નોંધાયો, હળદરમાં પણ દબાણ છે, પણ રાઈમાં હલ્કી તેજી જોવા મળી રહી છે. જ્યારે ચણા અને એરંડામાં પણ રિકવરી સાથેનો કારોબાર રહ્યો, સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.