બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં નબળા કારોબારની અસર રહેતા સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો USના નબળા રિટેલ વેચાંણના આંકડાઓના કારણે કિંમતોને હલ્કો સપોર્ટ મળતો જોવા મળ્યો.

સ્થાનિક બજારમાં ચાંદીમાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે વૈશ્વિક બજારમાં ભાવ 17 ડૉલરની ઉપર જોવા મળ્યા.

નબળી માગના કારણે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતોમાં ઘટાડો આવતા ઓક્ટોબર વાયદામાં ભાવ લગભગ 20 પૈસા તૂટતા દેખાયા.

અમેરિકામાં ઇન્વેન્ટરીઝ વધવાના કારણે કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા તૂટ્યા, તો વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 59 ડૉલરના સ્તર પર રહેતી દેખાઈ, વાસ્તવમાં APIના આંકડા મુજબ USમાં ઇન્વેન્ટરીઝ 1.05 કરોડ બેરલ વધી, જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

નેચરલ ગેસમાં ઘટાડો આવતા MCX પર ભાવ 164ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં જીરાની કિંમતોમાં દબાણ રહ્યું, જ્યારે એલચીમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે. જોકે ચણાની ગઈકાલની તેજી પર બ્રેક લાગતા વાયદામાં ઘણી નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો કપાસીયા ખોળમાં લગભગ 2 ટકાની તેજી જોવા મળી રહી છે, સાથે જ કૉટનમાં અડધા ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે..સાથે જ સોયા ઓઈલ અને સોયાબીનની કિંમતોમાં પણ સારી રિકવરી જોવા મળી.