બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 11:22  |  સ્ત્રોત : CNBC-Bajar

બ્રેક્ઝિટ ડીલ પર મંજૂરીના કારણે સોનાની કિંમતો પર દબાણ બનતું દેખાયું, સ્થાનિક બજારમાં કિંમતો નાની રેન્જમાં રહેતી દેખાઈ, તો વૈશ્વિક બજારમાં પણ ભાવ સાડા 1500 ડૉલરની નીચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો પર હલ્કું દબાણ રહ્યું, પણ વૈશ્વિક બજારમાં રિકવરી રહેતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહેતા જોવા મળી રહ્યા છે.

બ્રેક્ઝિટ ડીલની મંજૂરી બાદ મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે. તો ચાઈનાના નબળા GDP આંકડાઓના કારણે વૈશ્વિક બજારમાં કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે.

ચઈનાના નબળા GDP આંકડાઓના કારણે કાચા તેલમાં તેજી જોવા મળી, સ્તાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા વધ્યા, તો બ્રેન્ટમાં લગભગ 60 ડૉલરની પાસે કારોબાર તઈ રહ્યો છે. સાથે જ USની ઇન્વેન્ટરીઝમાં 93 લાખ બેરલનો વધારો નોંધાતા કિંમતોમાં સિમિત રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.

નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી રહેતા એમસીએક્સ પર ભાવ 166ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં જીરા, રાઈ અને હળદરની કિંમતોમાં દબાણ રહ્યું, જ્યારે ધાણામાં અડધા ટકાની મજબૂતી જોવા મળી. જ્યારે ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો. સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ કિંમતો નાની રેન્જમાં જોવા મળી રહી છે.