બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

બ્રેક્ઝિટની અનિશ્ચિતતા અને રૂપિયામાં નરમાશના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા વધ્યા, તો વૈશ્વિક બજારમાં પણ કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ તેજી રહેતા ભાવ અડધા ટકા વધ્યા, જ્યારે વૈશ્વિક બજારમાં સાડા 17 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને ઝિંક સિવાય તમામ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, જ્યારે લંડનમાં ભાવ વધવાના કારણે શંઘાઈ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર નોંધાયો, પણ LME પર નિકલની કિંમતોમાં લગભગ 1.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

USમાં ઓઈલ ઇન્વેન્ટરીઝ વધ્યા બાદ કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, પણ OPECના ઉત્પાદન કાપના અનુમાનથી સપોર્ટ મળતા બ્રેન્ટની કિંમત 59 ડૉલરની ઉપર દેખાઈ રહી છે..ગત સપ્તાહે US ઈન્વેન્ટરીઝ 4.5 મિલિયન બેરલ વધીને 437 મિલિયન બેરલ પર રહેતી દેખાઈ.

નેચરલ ગેસમાં રેન્જબાઉન્ડ કારોબાર રહેતા એમસીએક્સ પર 161ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, રવી પાકની MSP વધવાના અનુમાનથી ચણા અને ઘઉંની કિંમતોમાં રિકવરી જોવા મળી, તો મસાલા પેકમાં જીરામાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં હલ્કી રિકવરી જોવા મળી.