બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં ઘટાડો આવતા સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા તૂટ્યા, વૈશ્વિક બજારમાં પણ બ્રેન્ટની કિંમત 62 ડૉલરની પાસે રહી, તો WTI ક્રૂડમાં સાડા 56 ડૉલરની ઉપર કારોબાર નોંધાઈ રહ્યો છે.

નેચરલ ગેસમાં ગઈ કાલની તેજી ઓછી થતા એમસીએક્સ પર ભાવ 201ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

US-ચાઈના વચ્ચે ફેઝ 1ની ડીલ જલ્દી થવાના સમાચાર અને US ડૉલરમાં મજબૂતીના કારણે LME પર તમામ મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ટ્રેડ ડીલ થવાના સમાચારથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહ્યું, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં વૈશ્વિક અર્થતંત્ર નબળું રહેવાની ચિંતાના કારણે કિંમતોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ ઉપલા સ્તરેથી દબાણ રહેતા ભાવ 18 ડૉલરની પાસે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં લગભગ પા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.


વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, ગઈકાલની તેજી બાદ મસાલા પેકમાં ઘટાડો નોંધાયો, કપાસીયા ખોળમાં પણ દબાણ રહ્યું, જ્યારે ગુવાર પેકમાં અડધા ટકાની રિકવરી જોવા મળી રહી છે, તો સોયાઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં ફરી નરમાશ સાથેનો કારોબાર રહ્યો, જ્યારે માગ વધવાના અનુમાનથી મલેશિયન cpoમાં લગભગ 2 વર્ષના ઉપલા સ્તર પર ભાવ પહોંચતા દેખાઈ રહ્યા છે.