બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 11:08  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહેતા ભાવ ફરી 1500 ડૉલરની નીચે રહેતા દેખાયા, જ્યારે નબળા રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કિંમતોને હલ્કો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં ટ્રેડ ટૉકના સમાચારથી કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાતા રાતોરાત ભાવ લગભગ 2 ટકા તૂટતા દેખાયા.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ રહ્યું, ભાવ 18 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

ટ્રેડ ડીલ થવાની આશાથી એલએમઈ પર મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, તો સાથે જ યુએસ ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, ઓછી સપ્લાયના કારણે નિકલની કિંમતોમાં તેજી રહી, જ્યારે કોપરમાં 0.1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

કાચા તેલમાં ઉતાર-ચઢાવ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સ્થાનિક બજારમાં ભાવ લગભગ પા ટકા તૂટ્યા, જ્યારે બ્રેન્ટની કિંમત સાડા 62 ડૉલરની ઉપર દેખાઈ રહી છે, તો નાયમેક્સ ક્રૂડમાં સાડા 56 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, વાસ્તવમાં ટ્રેડ ટૉક થવાના સમાચારથી અને યુએસનાં રોજગાર આંકડા સારા રહેવાથી એક તરફ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી બાજુ યુએસમાં ઇન્વેન્ટરીઝ ઘટવાથી નાયમેક્સ પર દબાણ બની રહ્યું છે.

નેચરલ ગેસમાં ગઈકાલની તેજી પર બ્રેક લાગતા એમસીએક્સ પર ભાવ 203ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, મસાલા પેકમાં ગઈકાલની નરમાશ યથાવત્ રહેતા જીરામાં ભાવ 2 ટકા ઘટ્યા, ધાણા અને હળદરમાં પણ દબાણ રહ્યું, સાથે જ સોયા ઓઈલ સાથે સોયાબીનની કિંમતોમાં પણ નરમાશ જોવા મળી રહી છે, સાથે જ એરંડા અને ચણાની કિંમતોમાં પણ ઘટાડા સાથેનો કારોબાર રહ્યો, તો નફાવસુલીના કારણે મલેશિયન સીપીઓમાં ફ્લેટ કારોબાર નોંધાઈ રહ્યો છે.