બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

નફાવસુલીના કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર દબાણ રહ્યું, ભાવ 1500 ડૉલરની નીચે છે, જ્યારે સ્થાનિક બજારમાં રૂપિયામાં નરમાશ હોવા છતા કિંમતોને સપોર્ટ નથી મળી રહ્યો, વાસ્તવમાં મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા 17 ડૉલરની ઉપર રહ્યા, પણ સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ કારોબાર નોંધાઈ રહ્યો છે.

US-ચાઈના ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર મોડા થવાના સમાચારથી બેઝ મેટલ્સની કિંમતો પર દબાણ જોવા મળ્યું, ડૉલરમાં મજબૂતીના કારણે LME પર મિશ્ર કારોબાર નોંધાયો, જ્યારે ઓછી સપ્લાયની ચિંતાના કારણે નિકલની કિંમતોમાં મજબૂતી રહી, તો LME એલ્યુમિનિયમની કિંમત 0.6% અને કોપરની કિંમત 0.3% ઘટતી દેખાઈ, પણ સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને લેડ સિવાય તમામ મેટલ્સ હલ્કી નરમાશ જોવા મળી રહી છે.

કાચા તેલની કિંમતોમાં દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ઘણી નાની રેન્જમાં કારોબાર નોંધાયો, જ્યારે બ્રેન્ટના ભાવ 61 ડૉલરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 56 ડૉલરની ઉપર કિંમતો જોવા મળી રહી છે. વાસ્તવમાં એક તરફ USની સાપ્તાહિક ઓઈલ ઇન્વેન્ટરીઝમાં વધારાનું કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે, તો પશ્ચિમ એશિયાના તણાવથી કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં પા ટકાનો ઘટાડો આવતા MCX પર ભાવ 201ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

મોરબી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કમોસમી વરસાદના લીધે અત્યંત દયનિય થઈ ગઈ છે...વરસાદના કારણે ખેડૂતોએ વાવેલો અને અમુક ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી ગયું છે જેમાં કપાસ, મગફળી ના પાકને પારાવાર નુકશાન થયું છે મોરબી જિલ્લા માં કુલ મળી ચાર લાખ હેકટર જમીનમાં વાવેલા અને તૈયાર પાક નિષ્ફળ ગયા છે ત્યારે બીજી બાજુ વીમા કંપનીઓ દ્વારા સર્વે ની કામગીરી પર પર ખેડૂતો દ્વારા સવાલો ઉભા કરતા જગતનો તાત મુશ્કેલી માં મુકાઈ ગયો છે.

વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, એરંડા અને ચણામાં નરમાશ યથાવત્ છે, તો મસાલા પેકમાં ધાણા અને રાઈમાં મજબૂતી રહી, પણ હળદરમાં ઘટાડો નોંધાયો, જ્યારે સોયા ઓઈલ સાથે સોયાબિનની કિંમતોમાં રિકવરી રહી, જ્યારે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં સારી તેજી જોવા મળી રહી છે.