બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક ઇક્વિટી બજારમાં તેજીના કારણે સોનાની કિંમતો પર દબાણ રહ્યું, ભાવ 1500 ડૉલરની ઘણા નીચે રહેતા દેખાયા, જોકે નબળા રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં કિંમતોને સપોર્ટ મળતા અડધા ટકાની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે..વાસ્તવમાં ચાઈના અને US ટેરિફ હટાવવા તૈયાર થયા જેના કારણે સોનાની કિંમતો ઘટીને 1 મહિનાના નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ દબાણ રહેતા ભાવ 17 ડૉલરની પાસે રહ્યા, પણ સ્થાનિક બજારમાં લગભગ પા ટકાની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર રહ્યો, સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ વધ્યા, પણ LMEઅને શંઘાઈ એક્સેન્જ પર મેટલ્સની કિંમતો નાની રેન્જમાં જોવા મળી, એક તરફ ચાઈના પોર્ટ પર ઇન્વેન્ટરીઝ વધતા આર્યન ઓરની કિંમતો ઘટીને 9 મહિનાના નીચલા સ્તર પર પહોંચતી દેખાઈ, તો શંઘાઈ એક્સેન્જ પર ઇન્વેન્ટરીઝ વધતા લેડની કિંમતો 4 મહિનાના નીચલા સ્તરે દેખાઈ રહી છે.

કાચા તેલની કિંમતોમાં ઘટાડો રહેતા સ્થાનિક બજારમાં ભાવ 1 ટકા તૂટ્યા, પણ બ્રેન્ટમાં 62 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, વાસ્તવમાં US-ચાઈના વચ્ચેની વાતચીત આગળ વધવાના સમાચારથી કિંમતો પર દબાણ બનતું દેખાઈ રહ્યું છે, તો OPECના ઉત્પાદન કાપનો સપોર્ટ મળતા 2019માં હાલ સુધી બ્રેન્ટની કિંમતોમાં 19 ટકા વધારો નોંધાયો છે.

નેચરલ ગેસમાં દબાણ રહેતા એમસીએક્સ પર ભાવ 197ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, એગ્રી કૉમોડિટીઝમાં એક્શન વધતા વાયદા બજારમાં તમામ કૉમોડિટીઝમાં તેજી જોવા મળી રહી છે, એરંડા સાથે ચણાની કિંમતોમાં લગભગ એક ટકાની મજબૂતી રહી, તો મસાલા પેકમાં ધાણમાં 3 ટકાનો ઉછાળો, તો જીરા અને હળદરમાં પણ એક ટકાની તેજી જોવા મળી રહી છે. જ્યારે ખાદ્ય તેલમાં સોયા ઓઈલ અને સોયાબિનમાં નીચલા સ્તરેથી સુધારો નોંધાયો, તો મજબૂત એક્સપોર્ટના કારણે મલેશિયન ક્રૂડ પામ ઓઈલની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાથે જ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ મજબૂતી જોવા મળી રહી છે.