બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 11:26  |  સ્ત્રોત : CNBC-Bajar

US-ચાઈના ડીલ પર અનિશ્ચિતતાના કારણે સેફ હેવન બાઈંગ વધતા કોમેક્સ પર સોનાની કિંમતોમાં હલ્કો વધારો નોંધાયો, જોકે મજબૂત ડૉલરના કારણે ભાવ હજુ પણ 1500 ડૉલરની નીચે જ રહેતા દેખાઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયોનો કિંમતોનો સપોર્ટ મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં દબાણ રહ્યું, ભાવ 17 ડૉલરની નીચે જોવા મળ્યા, પણ સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે.

ટ્રેડ ડીલની ચિંતાને લઈ બેઝ મેટલ્સની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. મજબૂત US ડૉલરના કારણે LME પર કોપરની કિંમતો 0.2%, નિકલની કિંમતો 0.4% તો ઝીંકની કિંમતોમાં 0.5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નબળી માગના અનુમાનથી કાચા તેલની કિંમતોમાં દબાણ રહેતા સ્થાનિક બજારમાં ભાવ અડધા ટકા તૂટ્યા, વૈશ્વિક બજારમાં બ્રેન્ટની કિંમત 62 ડૉલરની ઘણી નીચે જોવા મળી, વાસ્તવમાં ટ્રેડ ડીલ પર ફેઝ-1 બેઠક અંગે વધુ સ્પષ્ટતા ન મળવાથી કિંમતો પર દબાણ બન્યું, સાથે જ IEA દ્વારા વૈશ્વિક ઓઈલની માગ નબળી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

નેચરલ ગેસમાં અડધા ટકાનો ઘટાડો રહેતા એમસીએક્સ પર ભાવ 188ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

માવઠાને કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઇ. યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઇ હતી. જેના લીધે તેને ખુલ્લામાં રાખવાની ફરજ પડી હતી. ગઈ કાલે મોડી સાંજે પડેલા કમોસમી વરસાદમાં મગફળી પલળી ગઇ, જેને કારણે પલળેલી મગફળીની આજે હરરાજી નહીં થાય, સાથે જ અંદાજે 20 હજાર ગુણી મગફળી પલળી ગઈ છે જેથી મગફળીના ઓછા ભાવ આવે તેવો ખેડૂતોમાં ડર છે.

વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, ચણા સાથે એરંડાની કિંમતોમાં પણ રિકવરી જોવા મળી, તો મસાલા પેકમાં ધાણામાં દબાણ વધતા વાયદામાં કિંમત 2 ટકા તૂટી, હળદરમાં પણ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એલચીમાં 2 ટકાની મજબૂતી સાથેનો કારોબાર નોંધાયો, સાથે જ ખાદ્ય તેલ અને સોયાબીનની કિંમતોમાં પણ નરમાશ રહી, જ્યારે ગુવાર પેકમાં હલ્કી રિકવરી જોવા મળી.