બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

ટ્રેડ ડીલમાં ફરી અડચણ અને ચાઈનાના નબળા ઇન્ડસ્ટ્રીયલ આંકડાઓના કારણે વૈશ્વિક બજારમાં સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, કોમેક્સ પર ભાવ 1500 ડૉલરની નીચે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં નબળા રૂપિયાનો હલ્કો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે.


વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં નીચલા સ્તરેથી હલ્કી રિકવરી જોવા મળી, ભાવ 17 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ પા ટકાની મજબૂતી જોવા મળી રહી છે.


ડૉલરમાં નરમાશના કારણે LME પર બેઝ મેટલ્સની કિંમતોમાં રિકવરી જોવા મળી, LME પર કોપરમાં 0.3 ટકા, નિકલમાં 0.7 ટકા તો ઝીંકમાં 0.4 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં ઝીંક અને કોપર સિવાય તમામ મેટલ્સમાં સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.


US શેલનો ગ્રોથ નબળો રહેવાના અનુમાન પર કાચા તેલની કિંમતોમાં તેજી જોવા મળી, જોકે સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, પણ બ્રેન્ટની કિંમત 62 ડૉલરની ઉપર રહેતી દેખાઈ, સાથે જ USમાં ઓઈલ ઇન્વેન્ટરીઝ ઘટવાથી પણ કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં APIનાં આંકડાઓ મુજબ ગત સપ્તાહે US ક્રૂડ ઓઈલની ઇન્વેન્ટરીઝ 541,000 બેરલથી ઘટતી દેખાઈ, આજે હવે EIAના આંકડાઓ પર બજારની નજર રહેશે.


નેચરલ ગેસમાં લગભગ 3 ટકાની તેજી આવતા એમસીએક્સ પર ભાવ 193ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.


વાત કરીએ એગ્રી કોમોડિટીની તો, મસાલા પેકમાં રાઈમાં હલ્કી નરમાશ જોવા મળી, જોકે ધાણા અને હળદરમાં લગભગ અડધા ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે, તો ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબીનમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. જ્યારે એરંડામાં ઘટાડો છે, પણ ચણાની કિંમતોમાં ગઈ કાલની રિકવરી વધતા વાયદામાં લગભગ અડધા ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.