બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 04, 2019 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

COMEX પર સોનાની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. વાસ્તવમાં ટ્રેડ ડીલ પર ટ્રમ્પના નિવેદન અને વૈશ્વિક ઈક્વિટી બજારમાં દબાણના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, ટ્રમ્પ મુજબ હવે US ચૂંટણી બાદ જ ટ્રેડ ડીલ પર કોઈ નિર્ણય લેવાઈ શકે તેમ છે.

વૈશ્વિક બજારમાં સોના સાથે ચાંદીની કિંમતો પર પણ તેજી રહેતા ભાવ 17 ડૉલરની ઉપર રહેતા દેખાયા, પણ સ્થાનિક બજારમાં રેન્જબાઉન્ડ કારોબાર રહેતો દેખાઈ રહ્યો છે.

ટ્રેડ ડીલના સમાચાર પર બેઝ મેટલ્સમાં ફરી મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે, તો સાથેજ USના ISM મેન્યુફેક્ચરિંગના આંકડા પણ નબળા જોવા મળ્યા, જેના કારણે LME પર અમુક મેટલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. LME પર કોપર અને લેડમાં મજબૂતી રહી, પણ નિકલ અને એલ્યુમિનિયમ પર લગભગ 1 ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે, સાથે જ સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ અને નિકલ સિવાય તમામ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

OPECની બેઠક પહેલા USમાં ક્રૂડ ઇન્વેન્ટરીઝ ઘટતા કાચા તેલની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા વધ્યા, પણ બ્રેન્ટની કિંમત 61 ડૉલરની પાસે જોવા મળી રહી છે, તો NYMEX પર સાડા 56 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે..OPEC ઉત્પાદનમાં કાપ યથાવત્ રાખે તેવા અનુમાનથી કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો.

નેચરલ ગેસમાં એક ટકાનું દબાણ રહેતા એમસીએક્સ પર ભાવ 176ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ગઈકાલની નરમાશ બાદ એરંડામાં રિકવરી રહી, પણ ચણામાં અડધા ટકાનું દબાણ જોવા મળી રહ્યું છે, તો મસાલા પેકમાં જીરામાં એક ટકાનો ઘટાડો નોંધાયો, હળદરમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સાથે જ ખાદ્ય તેલ અને સોયાબીન પર બન્યું દબાણ, જ્યારે કપાસીયા ખોળમાં રિકવરી આવતા વાયદામાં ભાવ અડધા ટકા વધતા દેખાયા.