બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ગઈકાલની તેજી બાદ સ્થાનિક બજારમાં કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, પણ બ્રેન્ટની કિંમત 63 ડૉલરના સ્તરની ઉપર રહેતી દેખાઈ, વાસ્તવમાં OPECની બેઠકમાં ઉત્પાદન કાપ યથાવત્ રાખવા પર મંજૂરી બની શકે છે, એટલે કે હવે માર્ચ સુધી OPECનો ઉત્પાદન કાપ 12 લાખ બેરથી વધીને 17 લાખ બેરલ થઈ શકે,,જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

નેચરલ ગેસમાં એક ટકાનો ઘટાડો આવતા MCX પર ભાવ 172ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

ટ્રેડ ડીલ થવાની આશાઓ વચ્ચે ફરી બેઝ મેટલ્સને સપોર્ટ મળતો દેખાયો, LME પર મોટાભાગની મેટલ્સમાં તેજી રહી, મળતા સમાચાર મુજબ US-ચાઈના 15 ડિસેમ્બર પહેલા ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવા બેઠક કરી શકે છે, જેના કારણે એલ્યુમિનિયમ, કોપર અને નિકલમાં તેજી રહી, તો સાથે જ સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

US તરફથી મજબૂત અર્થતંત્રના આંકડાઓના કારણે સોનાની કિંમતો પર દબાણ જોવા મળ્યું, COMEX પર ભાવ 1480 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ મજબૂત રૂપિયાની અસર જોવા મળી રહી છે. સાથે જ મળતા સમાચાર મુજબ મજબૂત ઇનફ્લોના કારણે નવેમ્બર મહિનામાં ગોલ્ડ ETFની હોલ્ડિંગમાં 30.1 ટનનો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં હલ્કી રિકવરી જોવા મળી, જોકે ભાવ હજુ પણ 17 ડૉલરની પાસે દેખાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં પણ દબાણ જોવા મળી રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, એરંડા અને ચણામાં ગઈકાલની તેજી યથાવત્ રહેતી દેખાઈ, તો મસાલા પેકમાં ધાણામાં ઉપલા સ્તરેથી ઘટાડો રહેતા વાયાદામાં ભાવ લગભગ અડધા ટકા ઘટ્યા, જોકે જીરા અને હળદરમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસીયા ખોળમાં દબાણ છે, પણ ગુવાર પેકમાં સારી રિકવરી રહી, જોકે ખાદ્ય તેલમાં સોયા ઓઈલ સાથે સોયાબીનની કિંમતોમાં સારી રિકવરી દેખાઈ રહી છે.