બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે ફ્લેટ કારોબાર છે. US-ટ્રેડ ડીલની અનિશ્ચિતતા, ફેડરલ રિઝર્વની અને ECBની બેઠક પહેલા સોનામાં આજે સામાન્ય કારોબાર દેખાઈ રહ્યો છે. જોકે ગોલ્ડમેન શૅક્સ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે મંદીના ભય અને રાજનૈતિક અનિશ્ચિતતાને પગલે રોકાણકારો દ્વારા સોનાની માગ વધી શકે છે અને 3-12 મહિનામાં સોનાના ભાવ 1600 ડોલર પ્રતિ ઔંસ પહોંચવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

સ્થાનિક બજારમાં સોનાના પગલે ચાંદીમાં પણ સામાન્ય દબાણ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં થોડી પોઝિટિવિટી છે.

નિકલમાં હજુ પણ દબાણ સાથેનો કારોબાર ચાલી રહ્યો છે. આજે કોપરમાં દબાણ સાથેનો કારોબાર ચાલી રહ્યો છે. US-ચીનના ટ્રેડ વોરની અનિશ્ચિતતાને લઈને આજે પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.

ચીનના નબળા આંકડાઓ બાદ ક્રૂડમાં દબાણ યથાવત છે. બ્રેન્ટ 64 ડોલરની ઉપર છે. સાથે જ ગોલ્ડમેન શેક્સ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે બ્રેન્ટ 2020માં સરેરાશ 63 ડોલર પ્રતિ બેરલ રહી શકે છે તો બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે Q2 2020 સુધીમાં બ્રેન્ટ 70 ડોલરની નીચે ટ્રેડ કરશે તેવું અનુમાન લગાવ્યું હતું.

નેચરલ ગેસમાં નીચલા સ્તરેથી રિકવરી આવી છે. પરંતુ ભાવ હજુ પણ 160ની નીચે જ બનેલા છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ગઈકાલની તેજી બાદ આજે ક્રૂડ પામ ઓઈલ અને સોયા તેલમાં ઘટાડો આવ્યો છે. ગઈકાલે બન્નેમાં જોરદાર તેજી જોવા મળી હતી અને ત્યાર બાદ આજે નફાવસૂલી આવી છે. ટ્રેડરો મલેશિયાના CPOના નિકાસના આંકડા પર નજર રાખીને બેઠા છે. તો આજે સોયાબિનમાં નફાવસૂલી જોવા મળી છે. ગઈકાલે સોયાબીનમાં આવેલી તેજી 3 વર્ષના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઈ હતી, ત્યાંથી આજે ઘટાડો આવ્યો છે. ગુવાર ગમ અને સીડમાં ગઈકાલની વેચવાલી બાદ નીચલા સ્તરેથી આજે ખરીદી જોવા મળી છે. એલચીમાં આજે પણ સારી ખરીદદારી છે. ભારતની વિવિધ મંડીમાં એલચીની આવકમાં ઘટાડો થયો છે.