બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 24, 2020 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાની કિંમતોમાં આજે ઘટાડો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો ગઈકાલે બે અઠવાડિયાની ઉંચાઈ પર પહોંચી હતી, ત્યાંથી આજે ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારને પગલે સ્થાનિક બજારમાં પણ આજે દબાણ છે.

તો આજે ચાંદીમાં પણ ઘટાડો છે. ચાંદીમાં આજે આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર બન્નેમાં ઘટાડો છે.

વાત કરીએ બેઝ મેટલ્સની તો આજે પણ ઝીંક અને લેડમાં સામાન્ય તેજી છે. પરંતુ સામે કોપર અને એલ્યુમિનિયમમાં ઘટાડો છે. આંકરરાષ્ટ્રીય બજારમાં કોપરના ભાવ 6 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. તો નિકલમાં પણ સામાન્ય દબાણ છે. ઈન્ડોનેશિયામાં પણ નિકલનું ઉત્પાદન બમણું થયું છે, જેના કારણે દબાણ છે.

ક્રૂડ ઓઈલમાં આવેલા 2 ટકાના ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી છે. બ્રેન્ટના ભાવ 62 ડોલરની ઉપરની કામકાજ કરી રહ્યા છે અને સાથે જ MCX પર એકટકાની તેજી છે. પરંતુ ભાવ 4000 નીચે જ છે. કોરોના વાયરસ વધુ ફેલાય તો ફ્યૂલની માગ ઘટી શકે છે જેના કારણે ક્રૂડમાં ઘટાડો આવ્યો હતો.

નેચરલ ગેસમાં ફરી આજે દબાણ આવ્યું છે.

રબરમાં આજે એક ટકાનો ઘટાડો આવ્યો છે. આજે ડોલરની સામે યેનમાં મજબૂતી છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો છે. સાથે જ ચીન રબરનો સૌથી વધુ ઉપયોગ કરનારો દેશ છે અને કોરોના વાયરસને લીધે જે શટડાઉન થયું છે તેની અસર પણ રબરની માગ પર જોવા મળશે જેના કારણે આજે ઘટાડો છે.

એરંડામાં આજે પણ ઘટાડો યથાવત છે. આ અઠવાડિયે એરંડામાં અત્યાર સુધીમાં અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ધાણામાં પણ ગઈકાલનો ઘટાડો હજુ પણ યથાવત છે. જીરામાં ભાવ ફ્લેટ છે પણ હળદરના ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો છે. સોયાબિનમાં પોણા ટકાનો ઘટાડો આવ્યો છે. સોયાતેલમાં સામાન્ય ઘટાડો છે. CPOમાં આજે દબાણ છે. કપાસિયા ખોળમાં આવેલા ઘટાડા બાદ આજે થોડી રિકવરી જોવા મળી છે. ગુવાર ગમ અને સીડ થોડા ફ્લેટ છે.