બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 14, 2020 પર 12:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં ગઈકાલે આવેલા ઉછાળાએ સપ્તાહના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા હતા, જ્યાંથી આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર બન્નેમાં સોનામાં ઘટાડો આવ્યો છે. જોકે એમસીએક્સ પર ભાવ 40600ની ઉપર બનેલા છે.


ચાંદીમાં પણ આજે સામાન્ય ઉછાળો છે. ગઈકાલની તેજી હજુ પણ યથાવત્ છે. એમસીએક્સ પર ચાંદીના ભાવ 45800ની ઉપર પહોંચી ગયા છે.


તો આજે પણ બેઝ મેટલ્સમાં દબાણ છે. નિકલમાં ફરી આજે ઘટાડો આવ્યો છે. તો એલ્યુમિનિયમ અને કોપરમાં પણ પા ટકાનો ઘટાડો આવ્યો છે.


ક્રૂડ ઓઈલમાં આજે ફ્લેટ કારોબાર છે. પરંતુ આજે બ્રેન્ટના ભાવ 56 ડોલરની ઉપર પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં સામાન્ય દબાણ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉક્પાદન કાપ માટે રશિયા સાથ આપવા તૈયાર થઈ ગયું છે. IEAએ અનુમાન કર્યું છે કે આ વર્ષમાં ક્વાર્ટર 1 માં માગમાં ઘટાડો થયો છે, જે 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો આવ્યો છે.


નેચરલ ગેસમાં આજે ઘટાડો આવ્યો છે. સવા એક ટકાનો આજે ઘટાડો આવ્યો છે.


રબરમાં આજે સામાન્ય ઘટાડો આવ્યો છે.


એગ્રી કૉમોડિટીમાં મોટા ભાગની કોમોડિટીમાં આજે તેજી આવી છે. ધાણામાં, જીરા અને હળદરમાં આજે ઉછાળો આવ્યો છે. ગુવાર ગમ અને સીડમાં પણ આજે તેજી આવી છે. માત્ર આજે રાયડામાં ઘટાડો આવ્યો છે. સોયા બિન અને સોયાતેલમાં પણ ઉછાળો છે. ચણા અને એરંડામાં પણ આજે ઉછાળો આવ્યો છે.