બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં ફરી આજે ઉછાળો આવ્યો છે. સોનાની કિંમતો આજે બે અઠવાડિયાના ઉપલા સ્તરે પહોંચી ગઈ છે. એમસીએક્સ પર સોનાના ભાવ 40900ની ઉપર પહોંચી ગયા છે. યુરોમાં જોવા જાવ તો સોનું રેકોર્ડ સ્તર પર છે. એશિયન કરન્સીઓ નબળી પડી છે જેના કારણે આ ઉછાળો આવ્યો છે.


ચાંદીમાં ફરી એકવાર આજે તેજી સાથેનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજારમાં બન્નેમાં અડધા ટકા કરતા ઉપરની તેજી આવી છે.


બેઝ મેટલ્સમાં આજે એલ્યુમિનિયમને છોડીને ફરી ઘટાડા સાથેનો કારોબાર છે. ગઈકાલે આવેલી એક સામાન્ય ઉછાળા બાદ આજે ઘટાડો આવ્યો છે. નિકલમાં પોણા ટકાનો ઘટાડો છે. તો કોપર 3 સપ્તાહના ઉપલા સ્તર પર પહોંચ્યા બાદ ઘટ્યું છે. ઝિંક અને લેડમાં પણ આજે પા ટકા જેટલું દબાણ છે.


ક્રૂડમાં ફરી એકવાર ઉપરના સ્તરેથી ઘટાડો આવ્યો છે. બ્રેન્ટમાં સવા એટ ટકાનો ઘટાડો છે અને ભાવ ફરી એકવાર 57 ડોલરની નીચે પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં પણ સવા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ એનર્જી એસોસિએશનનું કહેવું છે કે આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં માગ 4.35 લાખ બેરલ પ્રતિ દિવસ ઘટી શકે છે. સાથે જ 2009 બાદ આ પહેલું ત્રિમાસિક હશે જેમાં માગમાં ઘટાડો આવ્યો છે.


નેચરલ ગેસમાં ગઈકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો આવ્યો છે. ઉપરના સ્તર બતાવ્યા સ્પર્શ્યા બાદ ઘટાડો આવ્યો છે.


રબરમાં આજે પા ટકાનો ઘટાડો આવ્યો છે.


કપાસિયા ખોળમાં આવેલા ગઈકાલના પોણા ચાર ટકાના ઘટાડા બાદ આજે પણ અડધા ટકાનો ઘટાડો આવ્યો છે. કપાસિયા ખોળના ભાવ એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. એરંડામાં પણ ઘટાડો આવ્યો છે. ચણામાં ગઈકાલના ઉછાળા બાદ આજે ઘટાડો આવ્યો છે. ગુવાર ગમમાં દોઢ ટકાનો ઘટાડો આવ્યો છે. સોયાતેલ અને સોયાબિનમાં પણ ઘટાડો થયો છે. જીરામાં પણ પોણા ટકાનો ઘટાડો આવ્યો છે.