બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે પણ ઘટાડો યથાવત્ છે. એમસીએક્સ પર સોનાએ સતત રેકોર્ડ બનાવ્યા આજે ઘટાડો આવ્યો છે. ગઈકાલે પણ આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજાર બન્નેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયરસની ચિંતાને કારણે સોનું 1600 ડોલરની ઉપર અને એમસીએક્સ પર ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયું હતું. UBSનો મત છે કે જો વાયરસના કેસમાં વધારો થશે તો 1700 ડોલરની ઉપર પહોંચી શકે છે.


ચાંદીમાં પણ ઘટાડો યથાવત્ છે. આજે એમસીએક્સ પર ચાંદીના ભાવ 47000ની નજીક પહોંચી ગયા છે.


આજે તમામ બેઝ મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર ચે. કોપરની કિંમતો બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી છે. ઝિંક પણ જૂન 2016 બાદ નીચલા સ્તરે જોવા મળ્યું છે. આ સાથે જ આજે નિકલમાં અને એલ્યુમિનિયમમાં પણ દબાણ છે.


ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે થોડી રિકવરી આવી છે. બ્રેન્ટ 55 ડોલરની આસપાસ ટકેલા છે. માગની ચિંકાને કારણે કિંમતોમાં ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સતત 5માં અઠવાડિયે ઈન્વેન્ટરી વધવાની આશા છે.


નેચરલ ગેસમાં આજે દબાણ સાથે કારોબાર છે.


રબરમાં આજે સામાન્ય ઉછાળા સાથે કારોબાર.