બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 11:24  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં આજે ફરી ખરીદી આવી છે. આ અઠવાડિયામાં નવા ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા બાદ સતત બે દિવસ ઘટાડો આવ્યો હતો. પરંતુ આજે ફરી MCX અને COMEX બન્ને પર નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે MCX પર ભાવ હજુ પણ 42600ની ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે જ SPDR ગોલ્ડ ETDનું હોલ્ડિંગ નવેમ્બર 2016 બાદ વધીને ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયું છે.

ચાંદીમાં આજે પણ તેજી પાછી આવી છે. ચાંદીના ભાવ હજુ પણ 47000ની ઉપર ટકેલા છે. ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે ચાંદીમાં પણ નીચલા સ્તરે ખરીદી જોવા મળી છે.

કોરોનાની ચિંતા વધવાને કારણે ગઈકાલે ફરી એકવાર ક્રૂડમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને બ્રેન્ટના ભાવ ફરી એકવાર 52 ડોલરની નજીક પહોંચતા જોવા મળ્યા છે. એશિયા અને યુરોપમાં નવા કેસો સામે આવ્યા છે. સાથે જ USમાં ક્રૂડની ઈન્વેન્ટરીમાં વધારો જોવા મળ્યો છે. ગોલ્ડમેન સૅક્સ દ્વારા 2020ના ઓઈલના અનુમના અને ક્રૂડ ઓઈલની કિંમતોના અનુમાનમાં કાપ મૂકવામાં આવ્યો છે. સાથે જ IEAએ ક્રૂડની માગના ગ્રોથ દાયકાના તળિયે પહોંચી ગયો છે.

આજે ફરી એકવાર તમામ બેઝ મેટલ્સમાં દબાણ છે. લેડ અને ઝિંકમાં આજે સૌથી વધુ દબાણ જોવા મળી રહ્યું છે. નિકલના ભાવ 900ની નજીક પહોંચી ગયા છે.

નેચરલ ગેસમાં ફરી એકવાર દબાણ જોવા મળ્યું છે અને સાથે જ ભાવ 128 પર પહોંચી ગયા છે.

કપાસિયા ખોળમાં આજે પણ ઘટાડો યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે NCDCEX પર કપાસિયા ખોળના ભાવ એકદમ તળિયે પહોંચી ગયા છે. તો ગુવાર ગમમાં પણ ગઈકાલનો ઘટાડો યથવાત્ છે અને ગુવાર ગમના ભાવ પણ સૌથી નીચલા સ્તરે પહોંચતા જોવા મળ્યા છે. ધાણામાં પણ આજે ઘટાડોનો ટ્રેન્ડ છે, પરંતુ જીરામાં સામાન્ય ખરીદદારી જોવા મળી રહી છે. હળદરમાં પણ આજે દબાણ છે. ધાણામાં પણ દરેક કોન્ટ્રાક્ટ ઓલ ટાઈમ લોની નીચે પહોંચી ગયા છે. સોયાબિન અને સોયાતેલમાં દબાણમાં છે. પરંતુ એરંડામાં આજે નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે.