બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનામાં ફરી આજે તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના પગલે આજે સ્થાનિક બજારમાં પણ તેજી છે.. વૈશ્વિક શેર માર્કેટમાં આવેલા ઘટાડાને કારણે આજે સોનામાં સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે.

ચાંદી નીચલા સ્તરે પહોંચ્યા બાદ આજે ફરી એક વાર તેમાં ખરીદદારી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ત્રણ ટકા કરતા વધુની તેજી છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ચાંદી 11 વર્ષના નીચલા સ્તરે ગઈકાલે પહોંચતી જોવા મળી હતી. સ્થાનિક બજારમાં હાલ ચાંદી 36 હજારની આસપાસ પહોંચી છે.

મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે. ઝિંકમાં આજે દોઢ ટકા સુધીનો ઉછાળો છે, તો લેડ અને નિકલ પણ વધેલા છે. પરંતુ સામે આજે એલ્યુમિનિયમ અને કોપરમાં ઘટાડો છે. બે સેશનમાં કોપરમાં 16%નો ઘટાડો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુરોપીયન સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને US ફેડ દ્વારા સ્ટીમ્યુલસ અપાતા અમુક કિંમતોને ટેકો મળ્યો છે. ચીન પણ ફરી એક સ્ટીમ્યુલસ આપી શકે એવા સમાચાર છે. આ સાથે જ ઉલ્લેખનીય છે કે વધતી ઈન્વેન્ટરી અને ઓછી માગને કારણે મેટલમાં ચિંતા રહેલી છે.

ક્રૂડમાં આજે ઉછાળો છે. ગઈકાલે ક્રૂડમાં 23%નો ઉછાળો આવ્યો હતો, જ્યાર બાજ આજે પણ ઉછાળો યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે આજે બ્રેન્ટ કરતા NYMEX ક્રૂડમાં વધુ ઉછાળો આવ્યો છે. ગઈકાલે સતત બીજા દિવસે ચીનમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ત્યાર બાદ  US સરકારે બાહેંધરી આપી છે કે અમેરિકાના ક્રૂડ ઉત્પાદકને ટેકો આપવા માટે તેઓ સ્ટોક વધારશે જેને કારણે આ તેજી આવી છે. ડિસેમ્બર 2008 બાદ ક્રૂડ માટે ગઈકાલે સૌથી સારો દિવસ રહ્યો છે.

નેચરલ ગેસના ભાવ નવા નીચલા સ્તર પર પહોંચ્યા છે. આજે અડધા ટકાનો ઘટાડો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ગઈકાલે ઘણી કોમોડિટીએ નીચલા સ્તર બનાવ્યા આજે ખરીદદારી છે. કપાસિયા ખોળ, ધાણા, જીરા અને હળદરમાં તેજી છે. રાતોરાત ક્રૂડમાં આવેલાઉછાળા બાદ આજે ગુવાર ગમ અને સીડમાં પણ અઢી ટકાને પારની તેજી જોવા મળી રહી છે. CBOT પર સોયાતેલમાં આવેલા ઉછાળા બાદ સ્થાનિક બજારમાં પણ વધારો છે અને સાથે જ CPO પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે.