બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2020 પર 11:34  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, એક તરફ સ્થાનિક બજાર અને બ્રેન્ટમાં તેજી છે, તો બીજી બાજુ NYMEX ક્રૂડમાં દબાણ જોવા મળ્યું, USએ 1 બેરેલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન બંધ કર્યું હોવાના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં નાની રેન્જમાં કારોબાર, સ્થાનિક બજારમાં ભાવ 138ના સ્તરની પાસે છે.

વૈશ્વિક બજારમાં સોનામાં તેજી રહેતા ભાવ 1700 ડૉલરની ઉપર રહ્યા, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી તેજી બાદ મામુલી નરમાશ જોવા મળી, જોકે હજુ પણ 45 હજારની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાંદીમાં લગભગ પા ટકાની તેજી રહી, સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની તેજી સાથે 43500ની સ્તરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાઈનીઝ એક્સપોર્ટના આંકડા સારા રહ્યા હોવાથી LME પર બેઝ મેટલ્સમાં તેજી રહી, સ્થાનિક બજારમાં પણ કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી રહી છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, એરંડા અને ચણામાં નરમાશ યથાવત્ છે, જ્યારે મસાલા પેકમાં ધાણામાં લગભગ અડધા ટકાની તેજી રહી, જીરામાં પણ મજબૂતી છે, તો હળદરમાં નરમાશ જોવા મળી... પણ કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.