બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2020 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

સાઉદી અરબના ઉત્પાદન કાપ વધારવાના નિર્ણયથી સ્થાનિક બજારમાં ક્રૂડના ભાવ લગભગ એક ટકા વધ્યા, બ્રેન્ટમાં પણ 29 ડૉલરની ઉપર કારોબાર નોંધાયો, તો NYMEX પર ક્રૂડની કિંમતો એક ટકા વધતી દેખાઈ, 1લી જૂનથી સાઉદી અરબ 1 mbpdનો વધારાનો ઉત્પાદન કાપ કરશે.

નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી રહેતા MCX પર ભાવ 138ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

યુરો સામે ડૉલરમાં મજબૂતીના કારણે સોનાની કિંમતોમાં નરમાશ રહી, સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો વૈશ્વિક બજારમાં લગભગ 1690 ડૉલરની ઉપર કિંમતો જોવા મળી રહી છે.

સોના સાથે ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં બન્યું દબાણ, ભાવ 15 ડૉલરની પાસે રહ્યા, જોકે સ્થાનિક બજારમાં તેજી યથાવત્ છે.

ચાઈનામાં ફરી નવા COVID-19ના કેસ મળતા LME પર બેઝ મેટલ્સમાં ઘટાડો નોંધાયો, સ્થાનિક બજારમાં પણ કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ રહ્યું, ચાઈના મેટલ્સનું સૌથી મોટું ગ્રાહક હોવાથી કોરોના વાયરસની અસર મેટલ્સની કિંમતો પર દેખાઈ રહી છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, સતત દબાણ બાદ ચણાની કિંમતોમાં જોવા મળી રિકવરી, પણ એરંડામાં દબાણ યથાવત્, તો મસાલા પેકમાં ધાણામાં સૌથી વધારે અડધા ટકાનો ઘટાડો નોંધાયો, પણ હળદરની કિંમતોમાં રિકવરી રહી, સાથે જ સોયાબીનમાં પણ મજબૂતી જોવા મળી રહી છે, પણ કપાસીયા ખોળ સાથે ગુવાર પેકમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળ્યો.