બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2020 પર 11:31  |  સ્ત્રોત : CNBC-Bajar

USમાં ઇન્વેન્ટરીઝ વધવાથી કાચા તેલની કિંમતો પર દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં ભાવ લગભગ અડધા ટકા તૂટ્યા, જ્યારે બ્રેન્ટમાં એક ટકાના દબાણ સાથે 29 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે..તો બીજી તરફ સાઉદી અરેબિયાએ જૂનથી ક્રૂડ ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેચરલ ગેસની કિંમત 3 ટકા ઘટતા સ્થાનિક બજારમાં 128ના સ્તર પર કારોબાર નોંધાયો.

વધતા રોગચાળાના કારણે સોનાની કિંમતો નાની રેન્જમાં જોવા મળી, સ્થાનિક બજારમાં મામુલી નરમાશ છે, US ફેડ તરફથી સ્ટીમ્યુલસના પેકેજની આશાએ સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી રહી છે.

આજના કારોબારમાં સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો પર દબાણ રહ્યું, પણ વૈશ્વિક બજારમાં લગભગ પા ટકાની તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.

કોરોના વાયરસના કારણે માગ પર અસર હોવાથી બેઝ મેટલ્સની કિંમતોમાં વોલેટાલિટી જોવા મળી, આજે LME સાથે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં દબાણ રહ્યું, જ્યારે શંઘાઈ માર્કેટમાં લેડની ઇન્વેન્ટ્રીઝ ઘટવાથી ભાવ લગભગ 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચતા દેખાયા હતા.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, આજે કૉટન સાથે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં રિકવરી રહી, પણ મસાલા પેકમાં મિશ્ર કારોબાર રહ્યો, સૌથી વધુ દબાણ ધાણામાં જોવા મળ્યું, જ્યારે ખાદ્ય તેલ સાથે સોયાબિનમાં પણ સારી રિકવરી જોવા મળી રહી છે.