બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2020 પર 11:33  |  સ્ત્રોત : CNBC-Bajar

US ઇન્વેન્ટરીઝમાં ઘટાડાથી કાચા તેલની કિંમતોને સપોર્ટ મળ્યો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ 1 ટકા વધ્યા, બ્રેન્ટમાં પા ટકાની મજબૂતી જોવા મળી, તો બીજી બાજુ US એનર્જી ડિપાર્ટમેન્ટ 1 m bbl ક્રૂડની ખરીદી કરશે.

નેચરલ ગેસમાં પા ટકાની તેજી રહેતા MCX પર ભાવ 123ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

બાર્ગેન બાઈંગના કારણે LME સાથે સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં રિકવરી જોવા મળી, LME પર એલ્યુમિનિયમની કિંમતોમાં 0.4%નો વધારો નોંધાયો, સાથે જ સ્થાનિક બજારમાં પણ મજબૂતી બની રહી છે.

અર્થતંત્ર પર US ફેડના મત બાદ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે 46130ની ઉપર કારોબાર થઈ રહ્યો છે, સાથે જ SPDR ગોલ્ડની હોલ્ડિંગ પણ વધીને 7 વર્ષના ઉપલા સ્તરે પહોંચી.

વૈશ્વિક બજારમાં ચાંદીમાં દબાણ રહ્યું, પણ સ્થાનિક બજારમાં પા ટકાની મજબૂતી સાથે 43 હજારની ઉપર કારોબાર બની રહ્યો છે.