બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Fri, 15, 2020 પર 11:50  |  સ્ત્રોત : CNBC-Bajar

USમાં ક્રૂડની ઇન્વેન્ટરીઝ ઘટતા કાચા તેલમાં ઉછાળો નોંધાયો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ 2 ટકા વધ્યા, તો બ્રેન્ટમાં પણ 1 ટકાની મજબૂતી જોવા મળી, સાથે જ જૂનમાં સાઉદી અરબના ઉત્પાદન કાપના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં એક ટકાનો ઘટાડો આવતા MCX પર ભાવ 172ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

US-ચાઈના વચ્ચે ફરી તણાવ વધવાની ચિંતાએ સોનાને સપોર્ટ મળ્યો, વૈશ્વિક બજારમાં ભાવ 1730ની ઉપર રહ્યા, સાથે જ SPDR ગોલ્ડ ETFની હોલ્ડિંગ 7 વર્ષના ઉપલા સ્તર પર પહોંચતી જોવા મળી. સાથે ચાંદીમાં પણ મજબૂતી રહી, વૈશ્વિક બજારમાં લગભગ અડધા ટકાના વધારા સાથે 16 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

સોના સાથે ચાંદીમાં પણ મજબૂતી રહી, વૈશ્વિક બજારમાં લગભગ અડધા ટકાના વધારા સાથે 16 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર સુધરવાની આશાએ LME પર મોટાભાગની મેટલ્સમાં તેજી રહી, પણ સ્થાનિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, આ સાથે જ LME વેરહાઉઝમાં ઇનેવેન્ટરીઝ લગભગ 25% વધતા કોપરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું.