બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 18, 2020 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

US ઓઈલ રીગ કાઉન્ટમાં મોટા ઘટાડાના કારણે કાચા તેલની કિંમતોમાં ઉછાળો નોંધાયો, NYMEX પર ક્રૂડમાં 3 ટકાની તેજી રહી, તો સ્થાનિક બજારમાં પણ 3 ટકાની મજબૂતી જોવા મળી, જ્યારે બ્રેન્ટમાં 2 ટકાની તેજી દેખાઈ રહી છે. વાસ્તવમાં મે-જૂન મહિનામાં OPEC અને અન્ય દેશોએ 9.7 mbpd ઓઈલ ઉત્પાદન કાપ કર્યો, જેનો સપોર્ટ ક્રૂડને મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં 3 ટકાની તેજી રહેતા MCX પર ભાવ 129ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.

US-ચાઈના વચ્ચે તણાવ વધતા COMEX પર સોનાની કિંમતો 7 વર્ષના ઉપલા સ્તરે પહોંચી, આજના કારોબારમાં એક ટકાની તેજી જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક બજારમાં અડધા ટકાની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સોના સાથે વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતોમાં પણ તેજી રહી, સ્થાનિક બજારમાં લગભગ 2 ટકાની તેજી સાથે 48000 પર કારોબાર નોંધાઈ રહ્યો છે.

અર્થતંત્ર પર લાગેલા પ્રતિબંધો ઓછા થતા LME સાથે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, કોપરમાં સૌથી વધારે લગભગ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, મસાલા પેકમાં ધાહળદરમાં સૌથી વધારે 2 ટકાની તેજી રહી, ધાણામાં પણ મજબૂતી જોવા મળી રહી છે, પણ જીરામાં દબાણ રહ્યું, જોકે ક્રૂડના ભાવ વધતા ગુવાર પેકને પણ સપોર્ટ મળ્યો, સાથે જ કપાસીયા ખોળમાં પણ લગભગ એક ટકાની તેજી જોવા મળી, ખાદ્ય તેલ સાથે સોયાબિનમાં પણ તેજી સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે.