બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2020 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્પાદન કાપ અને માગ સુધરવાની આશાએ કાચા તેલમાં તેજી રહી, સ્થાનિક બજારમાં લગભગ એક ટકાનો ઉછાળો રહ્યો, તો બ્રેન્ટમાં 34 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં 13.1 mbpdના રેકોર્ડ સ્તરેથી US ક્રૂડ 1.5 mbpd પર રહ્યું સાથે US ઓઈલ રીગ કાઉન્ટમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગઈકાલની તેજી ધોવાતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3 ટકાના ઘટાડા સાથે 134ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

ગઈકાલના ઉછાળા બાદ આજે વૈશ્વિક બજારમાં સોનામાં દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં પણ નાની રેન્જમાં કારોબાર રહ્યો, ક્રૂડના વધતા ભાવ અને વૈશ્વિક ઇક્વિટી બજારમાં મજબૂતીથી સોનાની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.

સોના સાથે ચાંદીની કિંમતોમાં પણ નરમાશ આવી, વૈશ્વિક બજારમાં કિંમતો લગભગ અડધા ટકા તૂટી, પણ સ્થાનિક બજારમાં મામુલી નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર નોંધાયો, એક તરફ લોકડાઉનમાં મળેલી છૂટનો સપોર્ટ મળી રહ્યો છે, તો બીજી બાજુ covid-19ની વેક્સિન બનાવવાની આશાએ LME પર કોપરની કિંમતોમાં વધારો નોંધાયો, જોકે સ્થાનિક બજારમાં  તમામ મેટલ્સમાં નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, નવી ખરીદીના કારણે કપાસીયા ખોળમાં લગભગ 3 ટકાની તેજી રહી, સાથે જ કૉટનમાં પણ મજબૂતી જોવા મળી, પણ ગુવાર પેકમાં નરમાશ રહી, તો મસાલા પેકમાં રાઈમા અડધા ટકાની મજબૂતી જોવા મળી, પણ ધાણામાં નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.