બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 20, 2020 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

માગ સુધરવાની આશાએ કાચા તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે, સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા વધ્યા, તો બ્રેન્ટમાં 34 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

ગઈકાલની નરમાશ ઓછી થતા આજે સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાના ઘટાડા સાથે 137ના સ્તરે કારોબાર થતો દેખાઈ રહ્યો છે.

સોનાની કિંમતોમાં મજબૂતી રહી, સ્થાનિક બજારમાં ભાવ 47270ના સ્તરની આસપાસ છે, સાથે જ વૈશ્વિક બજારમાં પણ મામુલી તેજી બનતી દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં ચાંદીમાં લગભગ એક ટકાની મજબૂતી રહી, સાથે જ વૈશ્વિક બજારમાં પણ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

ગઈકાલની તેજી બાદ આજે LME સાથે સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, COVID-19 માટેના વેક્સિનની અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં રેન્જબાઉન્ડ કારોબાર દેખાઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ ચક્રવાતી તોફાન "અમ્ફાન"એ લોકોની ચિંતા વધારી દીધી છે. આ ચક્રવાત ઓડિસ્સાના કિનારેથી માત્ર 500 કિલોમિટર દૂર છે. માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધી આ તોફાન વધુ પ્રબળ બનીને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી જશે, આ સાથે જ સરકારે આશંકા વ્યક્ત કરી છે કે આ તોફાનથી મોટું નુકસાન થઈ શકે તેમ છે, જેને ધ્યાનમાં રાખતા કિનારી વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે, અને NDRFને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આશંકા મુજબ 175 થી 190 કિમીની ઝડપે હવા ફૂંકાઈ શકે છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, સારા વૈશ્વિક સંકેતોથી કૉટનની કિંમતોમાં મજબૂતી રહી, સાથે જ કપાસીયા ખોળમાં પણ એક ટકાની તેજી જોવા મળી, તો મલેશિયાથી પામ તેલનો ઇમ્પોર્ટ ફરી શરૂ થવાથી CPOમાં પણ રિકવરી દેખાઈ રહી છે, સાથે જ સોયા ઓઇલ તેમ જ સોયાબીનમાં પણ સારી મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.