બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 11:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓછા ઉત્પાદન અને માગ સુધરવાની આશાએ ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો, સ્થાનિક બજારમાં ભાવ લગભગ એક ટકા વધ્યા, તો બ્રેન્ટમાં 36 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ સપ્તાહે USમાં ઇન્વેન્ટરીઝ 5.5 મિલિયન બેરલથી ઘટી હોવાથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની નરમાશ રહેતા 133ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે.

સોનામાં મિશ્ર કારોબાર નોંધાયો, એક તરફ વૈશ્વિક અર્થતંત્ર સુધરવાની આશાએ COMEX ગોલ્ડમાં નાની રેન્જમાં કારોબાર રહ્યો, તો સ્થાનિક બજારમાં કિંમતો લગભગ 8 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી, ઘણા દેશોમાં અર્થતંત્ર ફરી ખુલવાથી કિંમતો પર દબાણ બન્યું.

ગઈકાલની તેજી બાદ ચાંદીમાં નરમાશ રહી, સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં લગભગ એક ટકાનું દબાણ દેખાઈ રહ્યું છે.

વધુ રાહત પેકેજની આશાએ LME બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, ચાઈના ઇન્ફ્રા સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે તેમ છે, આ સમાચાર બાદ કોપરની કિંમતો લગભગ 2 મહિનાના ઉપલા સ્તરે રહી, જોકે માગ ઓછી થવાના અનુમાનથી એલ્યુમિનિયમની કિંમતો પર દબાણ દેખાઈ રહ્યું છે.

કૉટનમાં ગઈકાલની તેજી બાદ આજે નફાવસુલી જોવા મળી, વૈશ્વિક બજારોમાં નરમાશથી પણ કિંમતો પર દબાણ છે, જોકે ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં લોકડાઉનમાં ઢીલના કારણે કૉટનની માગ સુધરવાની આશા બની રહી છે. આ સિવાય આ વર્ષે કૉટનની વાવણી પણ ઓછી થવાના સંકેતો દેખાઈ રહ્યા છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, એરંડા અને ચણાની કિંમતોમાં રિકવરી રહી, તો મસાલા પેકમાં ધાણા, રાઈ અને હળદરમાં લગભગ અડધા ટકાની મજબૂતી જોવા મળી, કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં પણ તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે, સાથે જ ખાદ્ય તેલ અને તેલિબીયામાં સારી રિકવરી જોવા મળી રહી છે.