બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Tue, 26, 2020 પર 11:15  |  સ્ત્રોત : CNBC-Bajar

OPEC+ દ્વારા ઉત્પાદન કાપના નિર્ણયથી અને ઘણા દેશોમાં લોકડાઉન નબળું પડવાથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે, સ્થાનિક બજારમાં લગભગ અડધા ટકાની તેજી રહી, તો બ્રેન્ટમાં એક ટકાની તેજી સાથે 35 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

નેચરલ ગેસમાં મામુલી તેજી રહેતા MCX પર ભાવ 130ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે.

સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, સ્થાનિક બજારમાં ભાવ ₹47000ની ઉપર છે, વાસ્તવમાં US ઇક્વિટી બજારમાં મજબૂતીના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું, સાથે જ SPDR ગોલ્ડની હોલ્ડિંગ પણ વધીને 7 વર્ષના ઉપલા સ્તર પર પહોંચતી જોવા મળી.

બેઝ મેટલ્સમાં મજબૂતીનો સપોર્ટ ચાંદીને મળતા સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં ચાંદીમાં એક ટકાની તેજી જોવા મળી રહી છે.

સ્થાનિક અને LME પર બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, અર્થતંત્ર ફરી શરૂ થવાની આશાએ કોપરની કિંમતોમાં સૌથી વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે, બીજી તરફ US-ચાઈના વચ્ચેના તણાવના કારણે પણ મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ચણામાં લગભગ અડધા ટકાની નરમાશ રહી, જ્યારે એરંડામાં મજબૂતી છે, તો ઓછી માગના કારણે કપાસીયા ખોળમાં 2 ટકાનો મોટો ઘટાડો નોંધાયો, સાથે જ ગુવાર પેકમાં પણ નરમાશ દેખાઈ, જ્યારે મસાલા પેકમાં ધાણા, જીરા અને રાઈમાં લગભગ એક ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.