બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2020 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

કાચા તેલમાં મિશ્ર કારોબાર રહ્યો, એક તરફ સ્થાનિક બજારમા લગભગ એક ટકાની મજબૂતી રહી, તો વૈશ્વિક બજારમાં us અને હોંગ-કોંગ વચ્ચેના તણાવથી બ્રેન્ટમાં દબાણ રહ્યું, જોકે ઉત્પાદન કાપના નિર્ણયથી અહીં થોડો સપોર્ટ બની રહ્યો છે.

નેચરલ ગેસમાં રિકવરી રહેતા સ્થાનિક બજારમાં 147ના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોનાની કિંમતો પર લગભગ અડધા ટકાનું દબાણ રહ્યું, સ્થાનિક બજારમાં પણ નરમાશ રહેતા કિંમતો ઘટીને 2 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચતી દેખાઈ.

ગઈકાલની નરમાશ ઓછી થતા સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં ચાંદીમાં રિકવરી રહી, વૈશ્વિક બજારમાં લગભગ 17 ડૉલરની પાસે કારોબાર નોંધાઈ રહ્યો છે.

US ચાઈનીઝ કંપનીઓ પર ટેરિફ લગાવી શકે તેવા સમાચારના કારણે LME અને સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં દબાણ જોવા મળ્યું, જોકે આ મહિને LME ઇન્ડેક્સમાં લગભગ 4%ની તેજી નોંધાઈ, સાથે જ અર્થતંત્ર ફરી રિકવર થતા અને ચાઈનામાં મેટલ ઇમ્પોર્ટ વધતા કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે.

હીટ વેવમાં સતત વધારો થઈ રહ્યો છે, આંકડાઓ જોઈએ તો રાજસ્થાનના ચુરૂમાં સૌથી વધારે 50 ડિગ્રી તાપમાન નોંધાયું, સાથે જ દિલ્હીમાં 18 મે બાદથી સૌથી વધારે 46 ડિગ્રી તાપમાન રહ્યું, આની વચ્ચે IMD તરફથી રાહતના સમાચાર મળ્યા છે, અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આવનાર 24 કલાકમાં બંગાળની ખાડી સુધી ચોમાસું પહોંચી જશે, અને લગભગ 5 જૂન સુધી તે કેરળ પહોંચી શકે છે. સાથે જ IMD દ્વારા આ વર્ષે 100% સામાન્ય વરસાદ રહેવાના અનુમાન કરવામાં આવી રહ્યા છે.

એક તરફ નબળા રૂપિયાના કારણે કૉટનનો એક્સપોર્ટ વધવાના અનુમાન બની રહ્યા છે, તો બીજી તરફ કોટન અસોસિએશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સીઝન માટે ઉત્પાદન અનુમાનમાં કાપ કર્યો છે. CIA મુજબ આ વર્ષે 3 કરોડ 30 લાખ બેલ્સ કૉટનનું ઉત્પાદન થશે, જે પાછલા અનુમાનથી લગભગ 24 લાખ બેલ્સ ઓછુ છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ગઈકાલના દબાણ બાદ આજે કપાસીયા ખોળ અને ગુવાર પેકમાં સારી રિકવરી રહી, પણ મસાલા પેકમાં દબાણ રહ્યું, સૌથી વધારે હળદરમાં નરમાશ રહી, જ્યારે ખાદ્ય તેલ અને તેલિબીયાની કિંમતોમાં રિકવરી જોવા મળી.