બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Thu, 28, 2020 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

US-ચાઈના તણાવ વધતા કાચા તેલની કિંમતો ઘટી, સ્થાનિક બજારમાં લગભગ 5 ટકાનો ઘટાડો રહ્યો, તો બ્રેન્ટમાં 2 ટકાના દબાણ સાથે 33 ડૉલરની પાસે કારોબાર થઈ રહ્યો છે, જૂન બાદ રશિયા કદાચ ઉત્પાદન કાપ યથાવત્ નહી રાખે તેવા સમાચારની અસર કિંમતો પર રહી, તો બીજી તરફ જાપાનીઝ ઓઈલ રિફાઈનરીઝ 2005 બાદથી સૌથી નીચલા સ્તરે રહી.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 3 ટકાના ઘટાડા સાથે 141ના સ્તરે કારોબાર નોંધાયો.

US ઇક્વિટી બજારમાં મજબૂતીથી સોનાનચમક ઓછી થતી દેખાઈ, સ્થાનિક બજારમાં ભાવ 2 સપ્તાહના નીચલા સ્તરે રહ્યા, સાથે જ USમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા નબળા રહેતા સોનાની કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોના સાથે ચાંદીમાં પણ દબાણ રહ્યું, વૈશ્વિક બજારમાં ભાવ ઘટીને 17 ડૉલરની પાસે પહોંચ્યા.

નબળા ડૉલરના કારણે LME પર બેઝ મેટલ્સમાં મજબૂતી રહી, વૈશ્વિક ઇક્વિટી બજારની તેજીથી પણ સપોર્ટ મળ્યો, સાથે જ સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં રિકવરી દેખાઈ રહી છે.

એગ્રી કૉમોડિટીઝની વાત કરીએ તો, ચણામાં શરૂઆતી તેજી ઓછી થઈ, પણ એરંડામાં દબાણ યથાવત્ છે, જોકે મસાલા પેક અને ગુવાર પેકમાં સારી તેજી સાથેનો કારોબાર રહ્યો, પણ ખાદ્ય તેલ અને તેલિબીયામાં નરમાશ જોવા મળી રહી છે. તો કૉટન એક્સપોર્ટ વધવાના અનુમાનથી આજે MCX પર કૉટનમાં મજબૂતી જોવા મલી રહી છે.